અમદાવાદ : ગુજરાતમાં દિવસને દિવસેને આપઘાતના કિસ્સા વધી રહ્યાં છે જેના કારણે અનેક પરિવાર વિખૂટો પડી રહ્યા છે. નારણપુરાના શાસ્ત્રીનગરમાં આવેલ હેપી હોમ એપાર્ટમેન્ટમાં એક યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાના અહેવાલ સામે આવી રહ્યાં છે.
મૂળ બનાસકાંઠાનો અને અમદાવાદમાં ભાડે મકાન રાખી રહેતો 23 વર્ષીય ભૌતિક કુમાર ફૂડ ડિલિવરી નોકરી કરતો હતો અને ફ્લેટ ભાડે રાખી પોતાના ભાઈ સાથે રહેતો હતો.મૃતક યુવક ભૌતિક નોકરી કરતો ત્યાં પીઝા શોપ માં રહેલા ટુ વ્હીલરમાંથી પેટ્રોલની ચોરી કરતા પકડાયો હતો. જે બાદ દુકાન માલિક દ્વારા યુવકને ધમકાવી માર માર્યો હોવાનો મૃતકના પરિવારજનો આક્ષેપ કર્યા છે. અને મૃતકના પરિવાર કહેવું છે કે દુકાન માલિક દ્વારા તેને માર મારીને હત્યા કરી છે.
પરંતુ પોલીસે આક્ષેપ પગલે પેનલ ડૉક્ટરથી પીએમ કરાવ્યું છે. જેમાં પ્રાથમિક તપાસમાં ગળે ફાંસો ખાવાથી મોત થયું હોવાનું તારણ આવ્યું છે.યુવકના શરીર પર લાગેલા નિશાનને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ નારણપુરા પોલીસે અકસ્માત મોત ગુનો નોંધી વધુ તપાસ કરી રહ્યા છે.