અમદાવાદ : અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવતી માંસ-મટન ની દુકાનો બંધ કરાવવા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અખિલ ભારત હિન્દુ મહાસભાના એક પ્રતિનિધિમંડળ દ્વારા અમદાવાદ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
હાલ ચૈત્રી નવરાત્રીના પવિત્ર દિવસો ચાલી રહ્યા હોઇ સનાતન ધર્મ પાળતા લોકો માટે આ દિવસો ખૂબ જ મહત્વના અને ધાર્મિક પ્રવૃત્તિઓ તેમજ દાન પૂર્ણ કરતા હોય છે. આવા સમયમાં રોડ રસ્તા ઉપર ચાલતા કે ફરતા જ્યાં ત્યાં માંસ મટનની દુકાનોમાં ખુલ્લેઆમ જીવ હત્યા થઈ રહી હોય, જે ખાસ કરીને સનાતન ધર્મની માતા બહેનો ખૂબ જ દુઃખની લાગણી અનુભવે છે તો આપ શ્રી વિનંતી છે કે ધાર્મિક માન્યતાઓને ધ્યાને રાખી અને સમાજની લાગણીઓને માન આપી માંસ મટનની દુકાનો સ્વેચ્છિક રીતે આ પવિત્ર દિવસોમાં બંધ રહે અને સમાજમાં એક સારો સંદેશ મળી રહે તેઓ આપ દ્વારા પગલાં લેવામાં આવે અને સર્વ ધર્મ સમભાવની ભાવના દરેક સમાજનું પ્રવર્તે એવી માંગ કરવામાં આવે છે.
અખિલ ભારત હિન્દુ મહાસભા લોકેન્દરસિંઘ ઠાકુર (પ્રમુખ, કર્ણાવતી શહેર), પર્વતસિંહ ચૌહાણ (સંગઠન મંત્રી,કર્ણાવતી), સમીર શાહ (ગૌ રક્ષક સંગઠન મંત્રી, કર્ણાવતી), ગોવિંદ મિશ્રા (પ્રમુખ, ચાંદલોડિયા વોર્ડ), રાહલ પાન્ડે, (સંગઠન મંત્રી, ન્યુ રાણીપ વોર્ડ), અમીત ત્રિવેદી (સંગઠન મંત્રી, ન્યુ રાણીપ વોર્ડ) તેમજ અન્ય કાર્યકર્તાઓ દ્વારા અમદાવાદમાં ચાલતી માંસ-મટનની દુકાનો બંધ કરાવવા માટેનું આવેદનપત્ર કલેકટરને આપવામાં આવ્યું હતું.