અમદાવાદ : અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જતાં નેશનલ હાઇવે પર લાંબા ફ્લાય ઓવર બ્રિજના નિર્માણ માટે સાંસદ ડો.કિરીટ સોલંકીએ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે વિભાગના મંત્રી નીતિન ગડકરી સાથે મુલાકાત કરી હતી.
અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જતાં નેશનલ હાઇવે નંબર 8 વિશાલા સર્કલ, જુહાપુરા, સરખેજ, એસપી રીંગ રોડ અને સનાથલ ચાર રસ્તાથી સૌરાષ્ટ્ર તરફ જતા હાઇવે પર લાંબા ફ્લાય ઓવર બ્રિજની તાતી જરુરીયાત છે અને તે માટે સાંસદ ડો.કિરીટ સોલંકીએ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે વિભાગના મંત્રી નીતિન ગડકરીની મુલાકાત કરી હતી. મંત્રી નીતિન ગડકરીએ તેમને સકારાત્મક જવાબ પણ આપ્યો હતો.
अहमदाबाद से सौराष्ट्र की ओर गुजरता NH 8 जो #विशाला_जुहापुरा_सरखेज_एसपीरींगरोड_सनाथल क्रॉस रोड से सौराष्ट्र की ओर जाने वाले हाईवे पर ; #फ्लाईओवर_ब्रिज निर्माण हेतु , मंत्री #नितिन_गड़करी जी के आभारी है।#नरेंद्रमोदीजी के नेतृत्व में देश में , विश्व क्लास हाईवे निर्माण हो रहा है । pic.twitter.com/8ELpxPebIp
— Dr. Kirit Solanki MP (@drkiritpsolanki) March 20, 2023
ડો.કિરીટ સોલંકીએ તેમના ટ્વિટરમાં લખ્યું હતું કે તેમણે મંત્રી નીતિન ગડકરી સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્તવમાં દેશમાં વર્લ્ડ ક્લાસ હાઇવેના નિર્માણ કાર્ય ચાલી રહ્યા છે.