અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસમાં બે દિવસના સામાન્ય ઘટાડા બાદ ફરી એકવાર કેસમાં વધારો જોવા મળ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 176 કેસ નોંધાયા છે. જયારે અમદાવાદમાં સૌથી વધુ 89 કેસ નોંધાયા છે, તો બીજી તરફ 10 માર્ચના સુરતમાં એક દર્દીના મોત બાદ 11 દિવસમાં કોરોનાના કારણે બીજું મોત નોંધાયું છે. ભરૂચના ઝઘડિયા તાલુકાના 81 વર્ષીય વૃદ્ધ કોરોના પોઝિટિવ થયા બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
કોરોનાના કેસને લઇ જિલ્લા અને કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 90 કેસ નોંધાયા છે. જ્યારે 32 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારબાદ રાજકોટમાં નવા 19 કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં 18 કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત મહેસાણામાં નવા 16 કેસ નોંધાયા છે. તેમજ અમરેલીમાં નવા 3 કેસ સામે આવ્યા છે. ભરૂચમાં 1 કેસ સામે આવ્યો છે ત્યારે કોરોનાની સારવાર દરમિયાન એક દર્દીનું મોત પણ નીપજ્યું છે.
ભાવનગરમાં નવા 2 કેસ સામે આવ્યા છે. દાહોદમાં પણ 1 કેસ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકામાં પણ 1 કેસ નોંધાયો છે. ગાંધીનગરમાં 6 કેસ નોંધાયા છે. જામનગરમાં 2 કેસ નોંધાયા છે. જૂનાગઢમાં 1 કેસ સામે આવ્યો છે. ખેડામાં 2 કેસ નોંધાયા છે. નવસારીમાં 3 કેસ નોંધાયા છે. પાટણમાં 1 કેસ નોંધાયો છે. પોરબંદરમાં 3 કેસ સામે આવ્યા છે. સુરેન્દ્રનગરમાં 1 કેસ અને વડોદરામાં 6 કેસ નોંધાયા છે.