અમદાવાદ : ગુજરાતમાં કોરોના વાયરસના નવા 262 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 142 કેસ નોંધાયા છે. જ્યારે 146 દર્દીઓને રજા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં એક દર્દીનું મોત નીપજ્યું છે. છેલ્લા 2 દિવસમાં 2 દર્દીના કોરોનાને કારણે મોત નીપજ્યા છે. બીજી તરફ, છેલ્લા 2 દિવસમાં જ કોરોના વાયરસના કેસમાં 148 ટકા જેટલો વધારો થયો છે. ત્યારે કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી ગુજરાતીઓએ ફરીથી સાવધાન રહેવાની જરૂર છે અને જો કોઈપણ લક્ષણ દેખાય તો તાત્કાલિક તેની સારવાર કરાવવી જોઈએ.
છેલ્લાં 15 દિવસથી ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો થવા લાગ્યો છે. ના ફક્ત કેસમાં પણ હવે મૃત્યુના કેસ પણ સામે આવવા લાગ્યા છે. રાજ્યમાં પંદરેક દિવસના સમયગાળામાં કોરોનાના કારણે ચોથુ મોત નોંધાયું છે. ભરૂચના ઝઘડિયા તાલુકાના 81 વર્ષીય વૃદ્ધ કોરોના પોઝિટિવ થયા બાદ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, ગઈ કાલે મહેસાણામાં એક વ્યક્તિનું મોત નિપજયું હતું. જ્યારે આજે અમદાવાદમાં પણ એક વ્યક્તિનું મોત થયું છે.
ક્યાં કેટલા નવા કેસ નોંધાયા?
અમદાવાદ કોર્પોરેશન – 142
મોરબી – 18
સુરત કોર્પોરેશન – 17
રાજકોટ કોર્પોરેશન – 15
વડોદરા – 10
વડોદરા કોર્પોરેશન – 9
અમરેલી – 7
રાજકોટ – 7
મહેસાણા – 5
સુરત – 4
આણંદ – 3
ભરૂચ – 3
ગાંધીનગર – 3
ગાંધીનગર કોર્પોરેશન – 3
બનાસકાંઠા – 2
કચ્છ – 2
નવસારી – 2
અમદાવાદ – 1
અરવલ્લી – 1
ભાવનગર – 1
જામનગર કોર્પોરેશન – 1
જૂનાગઢ કોર્પોરેશન – 1
ખેડા – 1
પાટણ – 1
પોરબંદર – 1
સાબરકાંઠા – 1
સુરેન્દ્રનગર – 1