16.7 C
Gujarat
Saturday, January 25, 2025

અમદાવાદ એરપોર્ટ ખાતે કળા-સંસ્કૃતિનું વધું એક નજરાણું, કન્ટેનર બોક્સ-પાર્કમાં પતંગના ગ્રાફિક આર્ટ

Share

અમદાવાદ : અમદાવાદ SVPI એરપોર્ટ મુસાફરોના ઉત્કૃષ્ટ અનુભવોમાં અભિવૃદ્ધિ કરવા સતત અગ્રેસર રહ્યું છે. એરપોર્ટ પર ડ્રોપીંગ માટે આવતા મુસાફરોના સ્વજનોને શોપિંગની તક સાથે બહેતર અનુભવ મળી રહે તે માટે ન્યૂ બોક્સ-પાર્ક કન્સેપ્ટ ડિઝાઈન કરવામાં આવ્યો છે. મુસાફરોના પરિજનો ગુજરાતની અસ્મિતાનો જીવંત અનુભવ કરી શકે તે માટે નવા ઝોનમાં પેઇન્ટેડ કન્ટેનર્સ સાથે અનુરૂપ જગ્યા બનાવવામાં આવી છે.

મુસાફરોના પરિજનો આપણા ગુજરાતની અસ્મિતાનો જીવંત અનુભવ કરી શકે તે માટે નવા ઝોનમાં પેઇન્ટેડ કન્ટેનર્સ સાથે અનુરૂપ જગ્યા બનાવવામાં આવી છે. ગુજરાતની કળા-સંસ્કૃતિ અને પરંપરાઓને પ્રતિબિંબિત કરતા કન્ટેનર્સને ઉત્તમ ડિઝાઈન કરાયા છે. બોક્સ-પાર્ક વિસ્તારમાં કન્ટેનર્સને વિખ્યાત કળાશૈલીઓ સાથે લોકલ ટચના ફ્યુઝનથી કંડારવામાં આવ્યા છે.

ગુજરાતની કળા-સંસ્કૃતિ અને પરંપરાઓને પ્રતિબિંબિત કરતા કન્ટેનર્સને ઉત્તમ ડિઝાઈન કરાયા છે. બોક્સ-પાર્ક વિસ્તારમાં કન્ટેનર્સને વિખ્યાત કળાશૈલીઓ સાથે લોકલ ટચના ફ્યુઝનથી કંડારવામાં આવ્યા છે. ટર્મિનલ-1ના પ્રસ્થાન વિસ્તારને કલાકારોએ બાંધણી કળા, ગીરના પ્રખ્યાત એશિયાટિક સિંહ, વૈશ્વિક લોક કળાના ઉત્તમ નમૂના સમો પતંગોત્સવ, કચ્છી ભરતકામ માટે જાણીતી ભારત કામ જનજાતિ વગેરેને ગ્રાફિક આર્ટના રૂપમાં આવરી લઈ શ્રેષ્ઠ આર્કિટેક્ચરનું પ્રદર્શન કરાયું છે.

સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સી-ઓફ સેલ્ફીને વધુ સુંદર બનાવવા માટે કેનોપીમાં 100 થી વધુ છોડ અને તેની આસપાસ બેસવાની જગ્યા બનાવવામાં આવી છે. તદુપરાંત તેમાં સંકલ્પ, લંડન યાર્ડ પિઝા, રૂધ્વય વગેરેના આઉટલેટ્સ પણ હાથવગા હશે. નવા બોક્સ-પાર્ક પરથી હરિયાળી વચ્ચે પ્રિયજનોને વળાવવાની ક્ષણો જીવંત અને યાદગાર બની રહેશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles