21.7 C
Gujarat
Saturday, November 23, 2024

જો તમે Narendra Modi Stadium મેચ જોવા જઈ રહ્યા છો, આ વસ્તુઓ લઇ જવા પર છે પ્રતિબંધ વાંચો List

Share

અમદાવાદ : IPL 2023 શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે.31 માર્ચના દિવસે IPL 2023 શરુ થશે. જે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે અને T20 ક્રિકેટની સૌથી મોટી લીગની 16મી સિઝન શરૂ થશે. ચાર વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સનો મુકાબલો ગત વર્ષની ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ સામે થશે. મહેન્દ્ર સિંહ ધોનીની યેલો આર્મી હાર્દિક પંડ્યાને પડકારશે.પ્રથમ મેચમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે ટક્કર થશે.

તમને જણાવી દઈએ કે 31 માર્ચ શુક્રવારના રોજ રમાનારી મેચને લઈ કેટલાક નિયમો પણ સામે આવ્યા છે. ગુજરાત ટાઈટન્સે એક ટ્વિટ કર્યું છે.જો તમે પ્રથમ મેચ જોવા જઈ રહ્યા છો. તો અમુક વસ્તુઓ તમે સાથે લઈ જઈ શકશો નહિ, જેમાં પ્રથમ છે પાવર બેંક, સિગારેટ લાઈટર, સેલ્ફી સ્ટિક, વુડન સ્ટિક, તિક્ષ્ણ હથિયાર, બેગ કે થેલો,બોટલ, છત્રી, કેમેરો, હથિયાર તેમજ કોઈ પણ જાતનું ફુડ તમે સ્ટેડિયમની અંદર લઈ જઈ શકશો નહિ.IPLમાં 7 મોટી મેચો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

બધા વચ્ચે ફેન્સમાં IPL 2023ને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 10 ટીમના 243 જેટલા ખેલાડીઓ 1 મહિનાથી વધારે સમય સુધી 70 લીગ મેચ રમશે. IPL 2023માં રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ, ગુજરાત ટાઈટન્સ, મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, ચેન્નાઈ સુપર કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સની ટીમ ભાગ લઈ રહી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles