અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત AMTS બસ સેવામાં દરરોજ લાખો લોકો પ્રવાસ કરતા હોય છે. તેમાંના મોટા ભાગના લોકો મધ્યમ વર્ગના હોય છે. અમદાવાદમાં આવેલા છારોડી વિસ્તારમાં નવી એએમટીએસ બસ સેવા 1લી એપ્રિલથી શરૂ કરવામાં આવી રહી છે. જેનો લાભ સ્થાનિક જાહેરજનતા, વિદ્યાર્થીઓ, ઓફિસ વર્ગ તથા નોકરિયાત વર્ગને મળશે.
આ AMTS બસના રૂટની વાત કરીએ તો ઝાયડસ લાઈફ (કોર્પોરેટ ઓફીસ) થી સારંગપુર ટર્મિનસ સુધીનો રહેશે. જેમાં ઝાયડસ લાઈફ, તિરુપતિ આકૃતિ ગ્રીન્સ, વંદેમાતરમ ફેબુલા, જગતપુર ગામ, અનંતા ફ્લેટ, ગોતા ગામ ક્રોસ રોડ, સિલ્વર સ્ટાર ચાંદલોડિયા, નવા વાડજ ટર્મિનસ, જુના વાડજ, ઈન્કમટેક્ષ, દિલ્હી દરવાજા, સારંગપુર ટર્મિનસ જેવા નાના-મોટા 48 જેટલા બસસ્ટોપનો સમાવેશ થાય છે. તથા આ જ રૂપ પરથી AMTS બસ પરત આવશે.
સાથે સાથે આ AMTS બસનો રૂટ નંબર 76 છે. અહીં દરરોજ નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓ અપડાઉન કરતા હોવાથી તેઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. પરંતુ તંત્ર દ્વારા 1લી એપ્રિલ, 2023 ને શનિવારે સવારે 10 વાગ્યે ઝાયડસ લાઈફથી સારંગપુર રૂટની બસ સેવા શરૂ કરવામાં આવી રહી છે.