21.7 C
Gujarat
Saturday, November 23, 2024

સ્માર્ટ RTOને મળી ગયું છે લોકોને હેરાન કરવાનું લાઇસન્સ ! 20 દિવસથી સર્વરની કામગીરી ઠપ્પ

Share

અમદાવાદ : ગુજરાતમાં RTOને જાણે લોકોને હેરાન કરવાનું લાઇસન્સ મળી ગયું છે.રાજ્યભરના RTOમાં છેલ્લા 20 દિવસથી વર્ષ 2010 પહેલાના લાયસન્સમાં સુધારા માટેની કામગીરી ઠપ થઈ ગઈ છે. જૂના ડ્રાઈવિંગ લાયસન્સની વિગતો સર્વરમાં ન હોવાનું પણ સામે આવ્યું છે. સર્વરમાં માહિતી ન હોવાથી રોજના 35 હજારથી વધુ અરજદારોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે. કામગીરી બંધ થતા રૂપિયા 400ના બદલે 1 હજાર 500નો ખર્ચ થઈ રહ્યો છે. જૂના લાયસન્સ રિન્યુ કરાવવા માટે હાલ 400 રૂપિયા ખર્ચ થાય છે. સિસ્ટમ બંધ થવાથી કાચા-પાકા લાયસન્સ માટે 1500નો ખર્ચ થાય છે.

દેશમાં મોટાભાગની સેવાઓ ઓનલાઈન થઈ રહી છે. પરંતુ કેટલીક સેવાઓમાં Gujarat RTO ટેક્નિકલ ખામીના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ક્યારેક નેટ કનેક્ટિવિટીનાં ધાંધિયા તો ક્યારેક સોફ્ટવેર કામ આપતા બંધ થઈ જવા જેવી ઘટનાઓ નાગરિકોની મુસીબત વધારી રહી છે. RTOની વેબસાઈટનું હોમ પેજ જેમાં અત્યાર સુધી ફેસલેસ સુવિધા ચાલતી હતી એટલે કે, અરજદાર લાયસન્સ વિષયક કામો પોતાના ઘરે બેઠા કરાવી શકતો હતો. પરંતુ છેલ્લા કેટલાય દિવસથી આ વેબસાઈટ પર 2010 પહેલાના લાયસન્સ રિન્યૂઅલ થતાં અટકી ગયા છે. જેના કારણે લાયસન્સ રિન્યૂઅલની કામગીરી અટવાઈ ગઈ છે.

વાહન વ્યવહાર વિભાગની વેબસાઈટ જૂના ડેટા સ્વીકારતી નથી, Gujarat RTO આથી 2010 પહેલાના ડ્રાઇવિંગ લાઇસન્સ રીન્યૂઅલની કામગીરી અટવાઈ ગઈ છે, જેના કારણે અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે, અરજદારો RTO કચેરીમાં જાય છે તો ત્યાંથી પણ સંતોષકારક જવાબ મળતા નથી. લાયસન્સના કામ માટે અરજદારોની મદદ કરતાં એક નાગરિકનું કહેવું છે કે, જો આ ઓનલાઈન ગૂંચ નહી ઊકેલાઈ તો જૂના લાયસન્સ ધારકોને લાયસન્સ માટેની આખી જટીલ પ્રકિયામાંથી પસાર થવું પડશે.

RTOની વેબસાઈટ પર બેકલોગ લાયસન્સની ઓનલાઈન કામગીરી અટકી પડી છે. Gujarat RTO તો બીજી તરફ અમદાવાદ RTO આ મુદ્દે મીડિયા સામે બોલવા તૈયાર નથી. બધાનું એક જ રટણ છે કે, રાજ્યભરમાં એક સરખી સમસ્યા છે. ત્યારે હવે અરજદારોને લાયસન્સ રિન્યૂ માટે હજારથી પંદરસો રૂપિયા સુધીનો આર્થિક ફટકો પડે તેવી દહેશત ઊભી થઈ છે. ત્યારે જોવાનું એ રહેશે કે, RTO નાગરિકોના હિતમાં આ સમસ્યાનું કેવી રીતે નિવારણ લાવે છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles