અમદાવાદ : અમદાવાદના પોશ વિસ્તારમાંથી ઝડપાયું મસમોટું જુગારધામ. અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલી તાજ હોટલમાંથી આ જુગારધામ ઝડપાયું છે. અમદાવાદની હોટલમાં ચાલતા જુગારધામ પર PCBએ દરોડો પાડીને 10 જુગારીઓની ધરપકડ કરી છે. આ સાથે જ PCBની ટીમે 10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સંકલ્પ ગ્રૂપના માલિક કૈલાશ રામઅવતાર ગોયન્કાની આ મામલે ધરપકડ કરવામાં આવી છે. તે પોતે તાજ હોટલના માલિક હોવાનું પણ ખુલ્યું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ પોલીસે સિંધુ ભવન રોડ પર આવેલ તાજ હોટેલ ના રૂમ નંબર 721 માં થી 10 જુગારીઓ ને જુગાર રમતા ઝડપી પાડયા છે પકડાયેલ 10 જુગારી અમદાવાદ શહેર ના બિલ્ડરો અને ઉદ્યોગપતિ હોવાનું તપાસના સામે આવ્યું છે. અચાનક પોલીસે હોટલમાં પ્રવેશીને તપાસ કરી. હોટલના એક વૈભવી રૂમમાં આ વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને મોટામાથાઓ ઠાઠથી જુગાર રમતા હતા. પોલીસે આ જુગારીઓની રંગેહાથે ધરપકડ કરી છે.તાજ હોટેલના માલિક કૈલાશ ગોયન્કા સહિત 10 જુગારીઓ સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદ અનુસાર, કૈલાશ ગોયેન્કા પોતાની માલિકીની તાજ હોટલમાં પોતાના મિત્ર વર્તુળના માણસોને બોલાવી ભેગા કરી ગંજી પાનાથી પૈસાની હાર જીતનો જુગાર રમી રમાડી રહ્યા હતા. રેડ દરમિયાન જુગારના અખાડામાંથી જુગાર રમતા પકડાયેલ 10 ઈસમો પાસેથી 9,83,350 રૂપિયા રોકડા મળી આવ્યા છે. સાથે જ આ ઈસમો પાસેથી મોબાઈલ ફોન, ગંજીપાનાની કેટો, લાલ તથા સફેદ કલરના કોઈન નંગ-186 મળી કુલ રૂપિયા 10,48,350નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
પકડાયેલાં જુગારીઓના નામ…
કૈલાશ રામઅવતાર ગોયન્કા
શંકરભાઈ મોહનભાઈ પટેલ
અજિત શાંતિલાલ શાહ
કનુભાઈ અંબાલાલ પટેલ
ભાવિન ઈન્દ્રજીત પરિખ
પ્રદિપ રામભાઈ પટેલ
જગદિશ ભગવાનભાઈ દેસાઈ
નરેન્દ્ર જીવણલાલ પટેલ
હસમુખ મફતલાલ પરીખ
ભરત મણિલાલ પટેલ