અમદાવાદ : કોઈપણ બીમારી, ઈજા કે દુર્ઘટના માટે ચિકિત્સક અથવા એમ્બ્યૂલન્સ આવતાં પહેલાં ઘણીવાર રાહતકાર્ય, ઉપચાર કે સારવાર જરૂરી હોય છે. તેને પ્રાથમિક સારવાર અથવા અંગ્રેજીમાં પ્રાથમિક સારવાર કહે છે. આ ઉપચાર દરમિયાન ઉપયોગમાં આવતાં સાધનોના સંગ્રહને ફર્સ્ટ એઇડ કિટ કહે છે. અમદાવાદની GCS હોસ્પિટલ દ્વારા વર્લ્ડ હેલ્થ ડેની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.જેમાં રિક્ષાચાલકો માટે ફર્સ્ટ એઇડ કિટનું વિતરણ કરાયું હતું.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદની GCS હોસ્પિટલ દ્વારા વર્લ્ડ હેલ્થ ડે અનોખી ઉજવણી કરાઈ હતી. જેમાં GCS હોસ્પિટલ દ્વારા વર્લ્ડ હેલ્થ દિવસ નિમિત્તે જનજાગૃતિ માટે પ્રાથમિક સારવારની તાલીમનુ આયોજન કરવામાં આવ્યું હતું. તે નિમિતે GCS હોસ્પિટલ દ્વારા રિક્ષાચાલકો માટે ફર્સ્ટ એડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને અભિયાન હેઠળ CPR (બેઝિક લાઈફ સપોર્ટ ટ્રેનિંગ) શીખવાડવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે CPR ટેક્નિકની તાલીમ લીધેલી વ્યક્તિ દ્વારા તાત્કાલિક CPR સારવાર આપવામાં આવે તો દર્દીની બચવાની તક 40 ટકાથી પણ વધી જાય છે. આ અભિયાનમા આશરે 100 થી વધુ રિક્ષાચાલકો જોડાયા હતા.આ અભિયાન પાછળનું કારણ જનજાગૃતિ ફેલાવાનું અને હૃદયની કાળજી રાખવાનુ હતું. તમારા વાહનમાં ફર્સ્ટ એઇડ કિટથી તમે તાત્કાલિક સારવાર લઈ શકો છો.
આપણે જોઈએ છીએ કે રોડ પર રાત-દિવસ ઘણા એકસિડેન્ટ થતા હોય છે પણ ફર્સ્ટ એઇડ કિટના અભાવના કારણે પીડિત વ્યક્તિની સારવાર સમયસર થઈ શકતી નથી અને ઘણી વખતે ગંભીર ઈજાના કારણે વ્યક્તિનું ઘટના સ્થળે મૃત્યુ થતું હોય છે. આવા સમયે પ્રાથમિક સારવારની તાલીમ અને ફર્સ્ટ એઇડ કિટનું મહત્વ ખુબ વધી જાય છે. GCS હોસ્પિટલ દ્વારા કરાયેલ આ ભગીરથ કાર્યને મિર્ચી ન્યુઝ પરિવાર બિરદાવે છે.