અમદાવાદ : શહેરના મણિનગર રેલવે ફાટક પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ઉભુ કરવામા આવેલ સ્ટ્રક્ચર અચાનક બીઆરટીએસ ટ્રેક પર પડ્યું હતુ. જોકે આ લોંખડનો સ્ટ્રક્ચર BRTS ટ્રેક પર પડતાં એક મહિલા નીચે દબાઇ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક હેવી ક્રેઇન મારફતે મહિલાનું રેસ્કયું કરાયું હતું. આ સાથે મહિલાનેએ તાત્કાલિક સારવાર અર્થે ખસેડાઇ હતી. આ દૂર્ઘટનાથી ભારે ટ્રાફિક સર્જાયો હતો.મણિનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
સુત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં બુલેટ ટ્રેન પોજેક્ટ માટે ઊભું કરવામાં આવેલું સ્ટ્રક્ચર બીઆરટીએસ ટ્રેક પર પડ્યું હતું. શનિવારે અમદાવાદના મણિનગર રેલવે ફાટક પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ઉભુ કરવામા આવેલ લોંખડનું સ્ટ્રક્ચર બીઆરટીએસ ટ્રેક પર પડતાં એક મહિલા નીચે દબાઇ ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ ક્રેઇન મારફતે મહિલાનુ રેસ્કયું કરી મહિલાનેએ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાઇ હોવાની પ્રાથમિક માહિતી મળી છે.જ્યારે મણિનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યારે આ દૂર્ઘટનાથી ભારે ટ્રાફિક સર્જાયો હતો.