અમદાવાદ : હાથીદાંતની વાત આવે એટલે નજર સમક્ષ ચંદનચોર વિરપ્પન અને તેની ગેંગનો જ વિચાર આવે અચૂક આવે. શહેરના બોડકદેવ વિસ્તારમાં વિરપ્પન ગેંગ સાથે ઘરોબો ધરાવનાર પ્રકાશ અને હાથીદાંત વેચનાર ગેંગ 35 લાખમાં અતુલ્ય કિંમતનો હાથી દાંત વેચાણ કરતા પકડાઇ ગયા હતા. ક્રાઇમ બ્રાંચની ટીમે ડમી ગ્રાહક બની હાથીદાંત વેચનાર ગેંગનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ફતેવાડી ખાતેથી ચાર આરોપીઓને પકડી પાડી ગુનો નોધ્યો હતો. પોલીસે અતુલ્ય કિંમતનો હાંથીદાંતને પણ કબ્જે કર્યો હતો.
અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં જ્યારે 35 લાખમાં આ હાથીદાંત વેચવાનું રેકેટ ગોઠવાઈ રહ્યું હતું ત્યારે જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે રેડ કરીને કાપડના વેપારી સહિત આખી ટોળકીને ઝડપી પાડી છે અને 35 લાખની કિંમતનો દાંત પણ રિકવર કર્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને શંકા છે કે, આ અગાઉ તે વીરપન્ન સાથે કોન્ટેક્ટમાં હતો અને હવે તેને એ દિશામાં પૂછપરછ કરવામાં આવી રહી છે. હાલ દેશવ્યાપી હાથી દાંતના ગેરકાયદેસર કારોબારનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે.
ક્રાઈમ બ્રાન્ચે પકડેલા આરોપીના નામ પ્રકાશ જૈન, દાઉદ ખોખર, રાવિયા ખોખર અને અનિશ ખોખર છે. આ આરોપીઓની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 14 કિલો વજનનો હાથી દાંત હાથીદાંત સાથે ધરપકડ કરી છે.જે દાંત આરોપીઓ વેરાવળના પિતા પુત્ર શહેબાઝ કબરાણી અને અબ્દુલ કરીમ કબરાણી પાસે થી લાવ્યા હતા અને ફતેપુરામાં એક મકાનમાં રાખવામાં આવ્યો હતો. પ્રકાશ જૈન આ દાંત 35 લાખમાં વહેચવાની ફિરાકમાં હતો.
પોલીસ પૂછપરછ દરમ્યાન એ પણ સામે આવ્યું છે કે પ્રકાશ જૈન વર્ષ 1992 થી 2006 સુધી તામિલનાડુના સેલમમાં રહેતો જ્યાં ચંદનચોર વિરપ્પનના પરિવારજનો પણ રહે છે. જોકે આરોપી તેના સંપર્કમાં હતો કે કેમ તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.