અમદાવાદ : અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારના રાજધાની બંગલામાંથી જુગારધામ ઝડપાયું છે. જુગારધામમાંથી અમદાવાદ શહેરની સાબરમતી પોલીસે 13 જુગારીઓની ધરપકડ કરી હતી. દરોડા દરમ્યાન કુલ 4.56 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસને પેટ્રોલીંગ દરમ્યાન બાતમી મળી હતી કે પરેશ પટેલ નામનો શખ્શ પોતાના બંગલામાં પોતાના ઓળખીતાઓને બોલાવી જુગાર રમાડી રહ્યો છે.બાતમીને આધારે પોલીસે રેડ પાડી હતી.
આ બંગ્લોમાંથી વિદેશી દારૂની બોટલો પણ મળી આવી હતી.સાબરમતી પોલીસે રેડ કરતા કુલ 4.56 લાખનો મુદ્દામાલ સાથે 13 જુગારીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જુગારધામમાં ઝડપાયેલ 13 જુગારીઓ
પરેશભાઈ અશોકભાઈ પટેલ,
રાજધાની બંગલો, ન્યુ રાણીપ
યશ વિઠ્ઠલભાઈ દરજી
તુલસી રેસીડેન્સી, ન્યુ રાણીપ
દર્શનભાઈ રમેશભાઈ પટેલ
તિરૂપતિ સોસાયટી, ન્યુ રાણીપ
જીગ્નેશ ભાઈ પોપટલાલ પંચાલ
રાજધાની બંગલો, ન્યુ રાણીપ
વસંતભાઈ પરસોતમભાઈ પઢિયાર
વિશ્વકર્મા સોસાયટી, માધુપુરા
મનીષભાઈ જયંતીભાઈ પરાડીયા
કાજીમિયાનો ટેકરો, માધુપુરા
અલ્પેશભાઈ કનૈયાલાલ પટેલ
ગંગોત્રી સોસાયટી, ન્યુ રાણીપ
રાહુલભાઈ કનૈયાલાલ ચૌહાણ
જીવન કમળાસાની પોળ, શાહપુર
વિનોદભાઈ હસમુખભાઈ બોડાણા
વિશ્વકર્મા સોસાયટી, માધુપુરા
રણજીત રમેશભાઈ બોડાણા
વિશ્વકર્મા સોસાયટી, માધુપુરા
માનવેન્દ્રસિંહ સાહેબસિંહ ચૌહાણ
ઇન્દ્રપ્રસ્થ-9, ન્યુ રાણીપ
ચિરાગભાઈ નાનાલાલ શાહ
સનટ્રેક એપાર્ટમેન્ટ, ઘાટલોડિયા
સંજયભાઈ સૌરનસિંગ ચૌહાણ
અક્ષય કોમ્પ્લેક્સ, સેટેલાઈટ