અમદાવાદ : ગુજરાતમાં કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો છે. 13મી એપ્રિલે ગુજરાતમાં કોરોના વાયરસના નવા 417 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 136 કેસ નોંધાયા છે. જોકે રાહતના સમાચાર તે છે કે આજે રાજ્યમા કોરોનાથી એક પ દર્દીનું મોત નિપજ્યું નથી.રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાનો દર 98.98 ટકા નોંધાયો છે. બીજી બાજુ આજે 322 દર્દીઓ સાજા થયા છે. કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી ગુજરાતીઓએ ફરીથી સાવધાન રહેવાની જરૂર છે અને જો કોઈપણ લક્ષણ દેખાય તો તાત્કાલિક તેની સારવાર કરાવવી જોઈએ.
ગુજરાતમાં આજે નોંધાયેલા કોરોના કેસની વાત કરીએ તો, સૌથી વધુ અમદાવાદમાં 136 કેસ નોંધાયા છે, જ્યારે મહેસાણામાં 46, વડોદરા કોર્પોરેશન 29, સુરત કોર્પોરેશન 28, વડોદરા 26, સુરત 23, પાટણ 20, ભરૂચ 15, વલસાડ 14, ગાંધીનગરમાં 12 કેસ નોંધાયા છે.રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગત જાણીએ તો રાજ્યમાં હાલ 2087 એક્ટિવ કેસ છે, જ્યારે 3 વેન્ટીલેટર પર છે અને 2084 દર્દીઓની હાલત સ્ટેબલ છે. ગુજરાતમાં અત્યાર સુધી 1273152 દર્દીઓ ડીસ્ચાર્જ લઈ ચૂક્યા છે, અને 11065 દર્દીઓના મોત થયા છે.