અમદાવાદ : દિલ્લીની CBI અને NDRFની ટીમ બે દિવસથી સાબરમતી નદીમાં બે મોબાઈલ ફોનની શોધખોળ કરી રહી હતી. એક રિપોર્ટ મુજબ છેતરપિંડી કેસમાં સંડોવાયેલા એક આરોપીએ પુરાવાનો નાશ કરવા માટે પોતાના બે મોબાઈલ ફોન સાબરમતી નદીમાં ફેંક્યા હતા. CBIની પૂછપરછમાં આ ખુલાસો થયા બાદ આરોપીને અમદાવાદ લાવવામાં આવ્યો હતો અને તેણે મોબાઈલ ફેંકેલા સ્થળે તપાસ હાથ ધરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, સીબીઆઈ દ્વારા ડીપ સર્ચ બે દિવસથી કરવામાં આવી રહ્યુ છે. આરોપીએ બે મોબાઈલ ફોન સાબરમતી નદીમાં નાખતા તપાસ હાથ ધરાઈ છે. CBIની ટીમે NDRF અને અમદાવાદ ફાયરની રેસ્ક્યુ ટીમની મદદ લીધી હતી.તેમજ શનિવારે મહત્વના પુરાવા રૂપે એક ફોન પણ મળ્યો હતો. છેલ્લા બે દિવસથી CBI દ્વારા રિવરફ્રંટ ખાતે સર્ચ કરવામાં આવી રહ્યુ હતું. આરોપીએ પુરાવા નાશ કરવા રિવરફ્રન્ટ પરથી નદીમાં ફોન નાખ્યો હતો.