અમદવાદ : શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલ નિરમા સ્કૂલ દ્વારા FRCની મંજૂરી વિના ફીમાં 40 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.આ અંગે વાલીઓએ DEO કચેરીમાં ફરિયાદ કરી હતી.વાલીઓની ફરિયાદને લઈને DEO એ સ્કૂલને નોટિસ ફટકારી હતી, પરંતુ સ્કૂલ દ્વારા સંતોષકારક જવાબ આપવામાં ના આવતા DEO દ્વારા સ્કૂલને વધારાની ફી પરત આપવા આદેશ કરવામાં આવ્યો છે.સ્કૂલે વસુલેલી વધારાની ફી પરત કરવા અથવા નવા કવાર્ટરમાં ફી સરભર કરવા આદેશ કર્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ નિરમા સ્કૂલ દ્વારા ફી વધારા માટેની દરખાસ્ત FRC માં કરાઈ છે, જે હજુ પેન્ડિંગ છે. મંજૂરી મળ્યા વગર નિરમા સ્કૂલે 88 હજારને બદલે 1.24 લાખ જેટલી ફી વસૂલવાની શરૂઆત કરી હતી. પ્રથમ કવાર્ટરમાં 22 હજારને બદલે 31 હજાર રૂપિયા ફી વસૂલી હતી. નિયમ મુજબ સ્કૂલ 5 ટકાનો ફી વધારો કરી શકે પરંતુ નિરમા સ્કૂલના સંચાલકોએ 40 ટકા ફી વધારો ઝીંક્યો હતો, વસુલેલી વધારાની ફી પરત કરવા DEO એ વાલીઓની ફરિયાદ બાદ આદેશ કર્યો હતો.
નિયમ મુજબ 5 ટકાથી વધારે ફી માં વધારો કરી શકાય નહીં છતાં નિરમાં સ્કૂલે 40 ટકાનો વધારો કર્યો છે.DEOએ નોટિસ ફટકારી હતી પરંતુ સ્કૂલ તરફથી યોગ્ય જવાબ આપવામાં ના આવતા DEO દ્વારા સ્કૂલને વધારાની ફી પરત આપવા આદેશ કરવામાં આવ્યો છે અથવા સ્કૂલે વધારાની ફી આગળના વર્ષ માટે સરભર કરવાની રહેશે. સ્કૂલ આદેશનું પાલન ના કરે તો સ્કૂલ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
બેફામ ફી વધારાથી વાલીઓને ભારે આર્થિક બોજ પડી રહ્યો હતો જેથી વાલીઓએ DEOને ફરિયાદ કરી હતી.DEO દ્વારા ફી વધારા મામલે સ્કૂલને 2 દિવસમાં ખુલાસો આપવા નોટિસ આપવામાં આવી હતી.