23.7 C
Gujarat
Friday, November 22, 2024

અમદાવાદીઓ સાવધાન : સગીરને વાહન ચલાવતા રોકવા ટ્રાફિકની ખાસ ડ્રાઈવ હાથ ધરાશે

Share

અમદાવાદ : અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા સગીર વયના વ્યક્તિઓને વાહન ચલાવતા રોકવા માટે એક ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવશે. સગીર વાહન ચલાવતા દેખાશે અને ટ્રાફિક પોલીસ પકડશે તો માતા-પિતા સામે ફરિયાદ થશે. છેલ્લા 3 મહિનામાં 15 માતા-પિતા સામે તો ગુનો નોંધાઈ પણ ચુક્યો છે. આ IPC 199 મુજબની ફરિયાદ હોય છે જેમાં 3 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે અને 25 હજાર સુધીનો દંડ પણ થઇ શકે છે.

18 વર્ષની નાની ઉંમર અને વાહન ચલાવવાનો પરવાનો પણ ન હોય તેવા કોઈ વ્યક્તિને તે વાહન ચલાવવા માટે સરકાર પણ યોગ્ય માનતી નથી. જોકે અહીં સ્ટેટસ, આડસ, વ્હાલા પેરેન્ટ્સ તરીકેનો દેખાડો, સંતાનોની જીદ, બાળકની ચોરી છૂપેથી વાહન લઈ જવા વગેરે જેવી ઘણી બાબતો છે જેના કારણે વાહનની ચાવી સગીરોના હાથમાં જતી હોય છે. જોકે જે માતા પિતા સંતાનના હાથમાં જાણી જોઈને ચાવી મુકે છે તે માતા-પિતાને પછતાવાની પણ વારો આવતો હોય છે. આવું જ કાંઈક અમદાવાદમાં કેટલાક માતા પિતાની સાથે થયું છે. અમદાવાદમાં છેલ્લા ત્રણ મહિનામાં 15 જેટલા માતા-પિતા સામે ગુનો નોંધાયો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ટ્રાફિક પોલીસ અમદાવાદ દ્વારા આ ડ્રાઈવને અંતર્ગત સ્કૂલ અને ક્લાસીસ જેવા સ્થાનો પર વોચ પણ ગોઠવવામાં આવશે. પોલીસ પ્રમાણે લાયસન્સ વગર વાહન ચલાવતા સગીરના કારણે અકસ્માતનું જોખમ વધે છે અને તેના કારણે ન માત્ર તેમના જીવન અન્યોના જીવનને પણ એટલું જ જોખમ છે.આવા કિસ્સા રોકવા વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવશે. ટ્રાફિક પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ડ્રાઈવના ભાગરૂપે સ્કૂલો, ટ્યૂશન ક્લાસ જવાના રોડ પર ટ્રાફિક પોલીસ વોચ ગોઠવશે અને વાહન લઈને નીકળેલા સગીરને ઝડપી પાડવામાં આવશે. તાજેતરમાં અકસ્માતમાં બેથી ત્રણ સગીરના મોત થયા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર હાલમાં જ અકસ્માતમાં સગીરનું મોત થતા ટ્રાફિક પોલીસે તેના માતા-પિતા સામે ગુનો નોંધ્યો હતો. એક તરફ સંતાનના મોતનું દુઃખ તો બીજી તરફ પોલીસ ફરિયાદ પણ થઈ હતી. શાસ્ત્રીનગરમાં ત્રિપદા સ્કૂલ પાસે ક્રિકેટ રમવા જતા 16 વર્ષના ભાવેશ અને તેના બે મિત્ર રવિ અને પ્રકાશને લઈને તે બાઈક પર નીકળ્યો હતો. કૂતરું આવી જતા બાઈક સ્લીપ થઈ ગયું હતું અને તેમાં ભાવેશનું મોત થયું હતું. આ કેસમાં તેના માતા-પિતા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles