અમદાવાદ : શહેરમાં ચોરી અને લુંટના બનાવો સતત વધતા જઇ રહ્યા છે.ત્યારે શહેરના ગોતા વિસ્તારમાં આવેલ હરિકૃપા ફાર્મસીનું શટર તોડીને રોકડ રૂપિયા ચોરી જનાર યુવકને LCB ઝોન-1ના PSI હરદિપસિંહ જાડેજાની ટીમે ઝડપી લીધો છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ચોરીનો ઉકેલી જયેશ રાજા ભરથરી નામના શખ્સની ધરપકડ કરી છે.તેમજ ચોરીનો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ગત તા-20-04-23 ના રોજ ગોતાના હરિકૃપા ફાર્મસી નામની દુકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો છે. હરિકૃપા ફાર્મસી નામની દવાની દુકાનનું શટર તોડીને કોઇ યુવક રૂપિયા 16861ની ચોરી કરી ગયો હતો.જે અંગેની ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. ઝોન-1 LCB સ્કવોડના PSI હરદિપસિંહ જાડેજાની ટીમે આ કેસની તપાસ શરૂ કરી હતી.સીસીટીવી ફૂટેજમાં આરોપી શખ્સે જે કપડા પહેર્યા હતા, તે આધારે પોલીસે શોધખોળ હાથ ધરી હતી અને આ ચોરી કરનાર યુવક જયેશ રાજા ભરથરીને પોલીસે ઝડપી લીધો છે.
સીસીટીવી ફૂટેજના આધારે LCB ઝોન-1 ટીમે ચોરીનો કેસ ઉકેલી જયેશ રાજા ભરથરી નામના શખ્સની ધરપકડ કરી છે.તેમજ ચોરીનો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે. સીસીટીવી ફૂટેજમાં આરોપી શખ્સે જે કપડા પહેર્યા હતા, તે આધારે પોલીસે શોધખોળ હાથ ધરી હતી અને આરોપીને ઝડપ્યો છે.