અમદાવાદ : અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઉપર ફરવા માટેનું સૌથી જાણીતા એવા અટલ ફૂટ ઓવરબ્રિજ ઉપર વચ્ચે લગાવવામાં આવેલા આઠ કાચમાંથી એક કાચમાં તિરાડો પડી ગઈ હતી. હવે, આ તમામ કાચની આસપાસ લોખંડની ગ્રીલ લગાવી દેવામાં આવી છે.જેમાં એક સ્થળ પર કાચમાં તિરાડ પડતા તંત્ર દોડતું થયું હતું.નવા કાચ હજારોના ખર્ચે લગાવી દેવામાં આવ્યો છે.આ કારણથી આ બ્રિજની મુલાકાત લેનારાઓ કાચ ઉપર ચાલવાની મજા માણી નહીં શકે. બ્રિજ ઉપર અલગ અલગ કુલ આઠ સ્થળે કાચ લગાવવામા આવ્યા હતા.આ અગાઉ 80 હજારની કીંમતના તિરાડ પડેલા કાચને તંત્ર દ્વારા બદલવામા આવ્યો હતો.
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઉપર ફરવા માટેનું સૌથી જાણીતા એવા અટલ ફૂટ ઓવરબ્રિજ ઉપર વચ્ચે લગાવવામાં આવેલા આઠ કાચમાંથી એક કાચમાં તિરાડો પડી ગઈ હતી. હવે, આ તમામ કાચની આસપાસ લોખંડની ગ્રીલ લગાવી દેવામાં આવી છે. અત્યાર સુધી લોકો ઉપર ઊભા રહીને નીચે નદીનું પાણી જોઈ શકતા હતા અને ત્યાંથી તસવીરો, વીડિયો અને સેલ્ફી લેતા હતા. પરંતુ, માત્ર સાત મહિનામાં જ આ કાચ ઘસાઈ જતા સ્ક્રેચ પડ્યા હતા. રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા લોખંડની ગ્રીલ લગાવી દેવાઈ છે. જેથી હવે લોકો હવે ત્યાં ઊભા રહીને નહીં, પરંતુ લોખંડની ગ્રીલ પાસેથી ઊભા રહીને નીચે સીધું નદીમાં પાણી જોઈ શકશે. જોકે, આડસ મોકલવા માટે ગ્રીલ લગાવવા માટે લાખોનો ખર્ચ કરાયો છે.
અટલફુટ ઓવરબ્રિજ ઉપર અલગ અલગ આઠ સ્થળે 6 ફૂટ બાય પાંચ ફૂટના ગ્લાસ લગાવવામા આવેલા છે.પાંચ લેયરના ટફન ગ્લાસ છે.આ પ્રકારના કાચને મહત્તમ તાપમાને તૈયાર કરવામા આવે છે.એક કાચની કીંમત અંદાજે 70થી 80 હજારની હોય છે.આ પ્રકારનો ગ્લાસ એક હજારથી પંદરસો કીલો વજન સહન કરવાની ક્ષમતા ધરાવે છે એવો દાવો કરવામા આવ્યો હતો, તો આ ગ્લાસ તૂટી કેમ ગયો એ બાબત મુલાકાતીઓમાં ચર્ચાનુ કેન્દ્ર બની છે.