અમદાવાદ: આવતીકાલે (રવિવાર) દેશભરમાં NEET UG 2023 ની પરીક્ષા યોજાવા જઈ રહી છે. દેશની મેડિકલ, ડેન્ટલ તેમજ આયુષ કોલેજોમાં MBBS, BDS, BAMS, BHMS સહિત કોર્સમાં પ્રવેશ માટે NEET UGની પરીક્ષા ફરજિયાત છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા નેશનલ એલિજીબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ લેવાશે. બપોરે 1.30 બાદ પરીક્ષા કેન્દ્રમાં એકપણ વિદ્યાર્થીને પ્રવેશ અપાશે નહીં. આવતીકાલે બપોરે 2 વાગ્યાથી સાંજે 5.20 વાગ્યા સુધી NEET UG ની પરીક્ષા યોજાશે.
NEET પરીક્ષા કેન્દ્ર માર્ગદર્શિકા
બપોરે 1.30 વાગ્યા પછી ઉમેદવારને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.
ટ્રાફિક, પરીક્ષા કેન્દ્રનું સ્થાન અને હવામાનની સ્થિતિ વગેરે જેવા વિવિધ પરિબળોને ધ્યાનમાં રાખીને ઉમેદવારે અગાઉથી ઘરેથી નીકળવું જોઈએ.
પરીક્ષાર્થીઓ દ્વારા કોઈપણ પ્રકારના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તેને શિક્ષા કરવામાં આવશે.
ઉમેદવારોએ એડમિટ કાર્ડ પર પાસપોર્ટ સાઈઝનો ફોટો ચોંટાડીને અથવા તેની સાથે ફોટો લઈને પહોંચવું જોઈએ.
પરીક્ષા હોલની અંદર મોબાઈલ, સ્માર્ટ વોચ, લેપટોપ જેવા કોઈપણ ઈલેક્ટ્રોનિક ઉપકરણ સાથે લઈ જશો નહીં.
ઉમેદવારોએ કોવિડ-10 માર્ગદર્શિકા મુજબ માસ્ક અને ગ્લોવ્ઝ પહેરવા જોઈએ.
પુરૂષ ઉમેદવારોએ હાફ સ્લીવ શર્ટ, ટી-શર્ટ પહેરવું જોઈએ. ફુલ સ્લીવ શર્ટને મંજૂરી નથી.
મહિલા ઉમેદવારોએ વિસ્તૃત ભરતકામ, ફૂલો, બ્રોચ અથવા બટનોવાળા કપડાં પહેરવાનું ટાળવું જોઈએ.
મહિલા ઉમેદવારોએ કાનની બુટ્ટી, વીંટી, પેન્ડન્ટ, નેકલેસ, બ્રેસલેટ અથવા પાયલ જેવા કોઈપણ પ્રકારના ઘરેણાં પહેરવાનું ટાળવું જોઈએ.
NTA એ ઉમેદવારોની સુવિધા માટે હેલ્પલાઈન નંબર અને ઈમેલ આઈડી પણ આપ્યા છે. જો કોઈ ઉમેદવારને NEET UG પરીક્ષા કેન્દ્ર સ્લિપ અથવા એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય, તો તે/તેણી 011-40759000 પર સંપર્ક કરી શકે છે અથવા neet@nta.ac.in પર ઈમેલ કરી શકે છે.