અમદાવાદ : શહેરના નારણપુરા વિસ્તારમાં AEC બ્રિજથી નારણપુરા ચાર રસ્તા તરફ રિક્ષા લઈને જઈ રહેલા યુવકને કારે ટક્કર મારી હતી, જેથી રિક્ષા પલટી ખાઈ જતા ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ દાખલ કર્યો હતો. જ્યાં 9 દિવસની સારવાર બાદ તેનુ મોત નીપજ્યુ હતું.
પ્રાપ્ત વિગતો મુજબ ગોતામાં રહેતો 33 વર્ષીય દશરથ રીઠાડિયા ગત 30 એપ્રિલે મિત્ર હરેશ સાથે રિક્ષા લઈને નહેરુનગરથી ગોતા તરફ જઈ રહ્યો હતો. તેઓ AEC બ્રિજથી નારણપુરા ચાર રસ્તા તરફ જવાના રોડ પર પહોંચ્યા ત્યારે પાછળથી આવેલી કારે રિક્ષાને ટક્કર મારી હતી.
આથી રિક્ષા પલટી ખાઈ જવાથી દશરથ અને હરેશને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. જ્યાં ડોક્ટરે દશરથને મૃત જાહેર કર્યાે હતો.