અમદાવાદ: અમદાવાદમાં જ્યાં પણ જાહેર કાર્યક્રમ હોય અને મોટી સંખ્યામાં લોકો એકઠા થવાના હોય તેવા કાર્યક્રમની માહિતી સોશિયલ મીડિયા મારફતે મેળવી લઇને જે તે સ્થળ પર પહોચી લોકોના પર્સ કે મોબાઇલ ફોનની ચોરી કરતી ગેંગના ત્રણ આરોપીઓની ઝોન-1 LCB એ ધરપકડ કરી છે.ત્યાં ત્રણેય આરોપીઓએ નજર ચૂકવી અનેક લોકોના પર્સ અને મોબાઇલ ફોનની ચોરી કરી હતી.
તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં એક કેફેના ઉદઘાટન પ્રસંગમાં કોમેડીયન અને સેવાકીય કામગીરીથી ફેમસ થયેલા ખજુરભાઇ આવતા ત્યાં કેટલાય લોકો ભેગા થયા હતા. ત્યાં ત્રણેય આરોપીઓએ નજર ચૂકવી અનેક લોકોના પર્સ અને મોબાઇલ ફોનની ચોરી કરી હતી.ઝોન-1 LCBની ટીમ બાતમીના આધારે ત્યાં પહોંચી ગઈ હતી. અન્ય કોઈ વ્યક્તિના પાકિટ ચોરે તે પહેલાં જ પોલીસે ચોરી કરતા ત્રણેય ચોરને રંગે હાથે ઝડપી લીધા હતા.આરોપીઓ પાસેથી પોલીસને ચાર પાકિટ, આઇકાર્ડ, એટીએમ કાર્ડ, રીક્ષા અને ત્રણ મોબાઇલ ફોન મળી આવ્યા હતા.ઝોન-1 LCBએ સલમાન ઢુસા, ઇનુસ શેખ અને આશીફ અંસારીને ધરપકડ કરી હતી. ત્રણેય આરોપીઓ વટવાના રહેવાસી અને ત્રણેય પાસેથી 4 પાકિટ મળી આવ્યા હતા.
પોલીસ તપાસમાં આરોપીઓની પૂછપરછ કરી તો જણાવ્યું કે, સોશિયલ મિડીયા પર ક્યાં કેવા પ્રકારની ઇવેન્ટ થવાના છે અને ત્યાં માસ ગેધરિંગ કેવું હશે તેની ખાસ નજર રાખતા હતા. બાદમાં આરોપીઓ ત્યાં જઇને નજર ચૂકવી પર્સ, રોકડ કે ફોનની ચોરી કરતા હતા. કોઇને શંકા ન જાય તે માટે થઇને આરોપીઓ ચોરી કરેલી વસ્તુ એકબીજાને અરસ પરસ આપી ત્યાંથી નીકળી જતા હતા.