અમદાવાદ : ગઈકાલે મિર્ચી ન્યુઝ દ્વારા નવા વાડજ વિસ્તારમાં આવેલ નંદનવન અને શિવમ એપાર્ટમેન્ટના મકાનોમાં ત્રણ અલગ અલગ દુર્ઘટનાઓમાં સ્લેબ ધરાશાયી હોવાનો અહેવાલ પ્રકાશિત કરાયો હતો. ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા આ અહેવાલની ગંભીર નોંધ લેવામાં આવતા હરકતમાં આવ્યું છે. ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા તાબડતોબ ઉપરોક્ત દુર્ઘટનાઓ સ્થળોની મુલાકાત લઇ સ્થળ તપાસ કરી હતી.
મિર્ચી ન્યુઝ દ્વારા ગત ગુરુવારના રોજ નવા વાડજમાં આવેલ નંદનવન અને શિવમ એપાર્ટમેન્ટના મકાનોમાં ત્રણ અલગ અલગ દુર્ઘટનાઓમાં સ્લેબ ધરાશાયી હોવાનો અહેવાલ પ્રકાશિત પ્રકાશિત કર્યો હતો.જેમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા આ અહેવાલની ગંભીર નોંધ લઈને અધિકારીઓ દોડતા થયા હતા. અધિકારીઓએ ત્રણેય દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને રિડેવલપમેન્ટને લઈને પ્રાથમિક માહિતી મકાન માલિકને આપી. જો 75 ટકા સભ્યો તૈયાર થાય રિડેવલપમેન્ટ માટે બનતી મદદની ખાતરી આપી હતી.
આ અગાઉ પણ મિર્ચી ન્યુઝ દ્વારા પોતાની સામાજીક ફરજ સમજી લાખો હાઉસીંગ રહીશોના દસ્તાવેજ, રિડેવલપમેન્ટ સહિતના પડતર પ્રશ્નો ઉઠાવી રહ્યું છે જેને લોકો તરફથી વ્યાપક સમર્થન મળી રહ્યું છે. અહીં તમને જણાવી દઈએ કે અમદાવાદના નવા વાડજ સહીત સોલા વિસ્તારમાં લાખો રહીશો છેલ્લાં કેટલાય સમયથી રિડેવલપમેન્ટ માટે માંગણી કરી રહ્યા છે.