અમદાવાદ : રાજ્યના CM ભુપેન્દ્રભાઈ પટેલના પુત્ર અનુજને 30મી એપ્રીલના રોજ બ્રેઈન સ્ટ્રોક આવતા અમદાવાદની કેડી હોસ્પિટલ બાદ મુંબઈ હિન્દુજા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જે બાદ આજે હિન્દુજા હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા હેલ્થ બુલેટિન અનુસાર, CM ભૂપેન્દ્રભાઈ પટેલના પુત્ર અનુજ પટેલ હાલ કોમામાંથી બહાર આવી ગયા છે.
જણાવી દઈએ કે, અનુજ પટેલને 30 એપ્રિલ, 2023 ના રોજ બ્રેઈન સ્ટ્રોક આવ્યા બાદ શરૂઆતમાં તેમને અમદાવાદની કેડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક ન્યુરો સર્જનએ તેમની સર્જરી કરી હતી. પરંતુ તે બાદ તેમને વધુ સારવાર અર્થે મુંબઈની પીડી હિન્દુજા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હિન્દુજા હોસ્પિટલમાં પણ સર્જરી કરવામાં આવી હતી. જે બાદ આજે હિન્દુજા હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા હેલ્થ બુલેટિન અનુસાર, CM ભૂપેન્દ્રભાઈ પટેલના પુત્ર અનુજ પટેલ હાલ કોમામાંથી બહાર આવી ગયા છે.આમ અનુજ પટેલની તબિયતમાં સુધારો થતાં ડોક્ટર્સ અને CM પટેલ સહિત પરિવારજનોએ ઘણી રાહત મળી છે.
તમને જણાવી દઈએ કે, અનુજ પટેલ એન્જિનિયર છે અને કન્સ્ટ્રક્શન બિઝનેસમાં છે. અનુજે ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યું છે. તેમનાં પુત્રવધુનું નામ દેવાંશી પટેલ છે. તેમની દીકરી ડેન્ટિસ્ટ છે અને તેનું નામ ડો. સુહાની પટેલ છે. તેમના જમાઈ પાર્થ પટેલ પણ કન્સ્ટ્રક્શન બિઝનેસમાં છે. ભૂપેન્દ્ર પટેલના નાના ભાઈનું નામ કેતન પટેલ છે.