અમદાવાદ : દિલ્હી એઇમ્સમાં થયેલા સાયબર એટેકની જેમ જ અમદાવાદની કે.ડી. હોસ્પિટલના સર્વર પર સાયબર એટેક કરી કોમ્પ્યુટર સર્વરને નિશાન બનાવ્યું છે. રેન્સમવેર એટેકથી હોસ્પિટલનું સર્વર ડાઉન કર્યું છે. હોસ્પિટલની ફાઇલ, દર્દીના ડેટા અને સીસીટીવી સહિતના ડેટા ગાયબ થઇ ગયા છે. 70 હજાર ડોલર બીટકોઈનમાં ટ્રાન્ફર કર્યા બાદ ડેટા પરત આપવા જાણ કરવામાં આવી છે.
વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલી કે.ડી. હોસ્પિટલમાં રેન્સમવેર એટેક થતાં હોસ્પિટલનું સર્વર ડાઉન થઈ ગયું છે. હોસ્પિટલની ફાઇલ, દર્દીઓનો ડેટા અને સીસીટીવી સહિતના ડેટા ગાયબ થઈ ગયા છે. સાયબર એટેક કરી કોમ્પ્યુટર સર્વરને નિશાન બનાવવામાં આવ્યું છે. સાયબર એટેક કરી 70 હજાર ડોલરની માગણી પણ કરવામાં આવી છે. 70 હજાર ડોલર બીટકોઈનમાં ટ્રાન્સફર કર્યા બાદ જ ડેટા પરત મળશે એવું જણાવવામાં આવ્યું છે. આ એટેક થતાં જ હોસ્પિટલ દ્વારા બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
રેન્સમવેર એટેક અલગ અલગ કંપનીઓ અથવા તો સરકારી જે વિભાગ હોય ત્યાં થતા હોય છે. આ રેન્સમવેર એટેક હોસ્પિટલનું આખુ સર્વર ડાઉન કરી દેવામાં આવ્યુ છે. એટેકર્સ દ્વારા મેસેજથી 70 હજાર ડોલર બીટકોઈનમાં ટ્રાન્ફર કર્યા બાદ ડેટા પરત આપવામાં આવશે તેવી જાણ કરવામાં આવી છે. હાલ તો આ રેન્સમવેર એટેકને લઇને સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે. સાયબર યુનિટને પણ જાણ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અગાઉ 23 નવેમ્બરે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં 9 કલાક સુધી સર્વર ડાઉન થતા ભાગદોડ મચી ગઇ હતી. AIIMS અધિકારીઓએ તેમના નિવેદનમાં કહ્યું હતું કે સાયબર અપરાધીઓએ AIIMSના સર્વર પર હુમલો કર્યો હતો, જેના કારણે સર્વર સંપૂર્ણપણે ડાઉન થઈ ગયું હતું. આ પછી 2 ડિસેમ્બરે હોસ્પિટલના પાંચ મુખ્ય સર્વર પર ફરીથી સાયબર હુમલો થયો હતો.