29.3 C
Gujarat
Monday, October 28, 2024

આજે IPLની ફાઇનલ મેચ દરમ્યાન વરસાદને લઈને હવામાન વિભાગ અને અંબાલાલ પટેલનું શું કહેવું છે, જાણો ?

Share

અમદાવાદ : રવિવારે વરસાદના કારણે IPL 2023 Final મેચ ધોવાઈ ગયા બાદ તેને રિઝર્વ ડે સુધી પોસ્ટપોન્ડ કરવામાં કરવાનો નિર્ણય લેવાયો હતો. હવે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં GT Vs CSK વચ્ચે મેચ રમાવાની છે. જોકે, આજે પણ વરસાદના એંધાણ વચ્ચે મેચ યોજાઈ રહી છે. જો આજે પણ વરસાદ પડે તો મેચનું શું પરિણામ આવશે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

હવામાન વિભાગે સોમવાર, 29 મેના રોજ એટલે કે IPL ની ફાઈનલમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અને ફાઈનલ રિઝર્વ ડે પર પણ ધોવાઈ જવાની શક્યતાઓ સેવાઈ રહી છે. અમદાવાદમાં આજે સાંજના સમયે ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો આજના દિવસે પણ મેચ વરસાદના કારણે રમાવાનું શક્ય ના બને તો પરિણામ કઈ રીતે જાહેર કરાશે તેની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

અંબાલાલ પટેલે એકવાર ફરી આગાહી કરી છે કે, આજે અને આવતી કાલે પણ વરસાદ પડવાની પૂરી સંભાવના છે. એટલે કે IPL ની ફાઈનલમાં એકવાર ફરી વરસાદી વિઘ્ન રહેશે. તેમના જણાવ્યા પ્રમાણે, 4 જૂન સુધી પ્રિ-મોનસૂન એક્ટિવિટી રહેશે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની પણ તેમને સંભાવનાઓ વ્યક્ત કરી હતી. વધુમાં તેમણે કહ્યું કે, 7થી 10 જૂન સુધી વાવાઝોડાની શક્યતા છે. આ સિવાય તેમણે ભારે પવનના કારણે નુકસાન થવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરી.

જો સોમવારે એટલે આજે ગુજરાત અને ચેન્નઈ વચ્ચે રમાનારી ટાઈટલ મેચમાં વરસાદ બંધ નહીં થાય તો અમ્પાયરો પહેલા રાત્રે સાડા નવ વાગ્યા સુધી રાહ જોશે. ત્યારબાદ ઓવર ઓછી થશે. બીજી તરફ 12 વાગ્યા પછી મેદાન સુકાઈ જાય અને રમવાની સંભાવના હોય તો સુપર ઓવર દ્વારા IPL 2023ના ચેમ્પિયનનો નિર્ણય થશે. વરસાદના કારણે રમત ન રમાઈ શકે તો ગુજરાતની ટીમ ચેમ્પિયન બનશે, કારણ કે આ ટીમ લીગ સ્ટેજમાં 20 પોઈન્ટ સાથે ચેમ્પિયન બનશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles