અમદાવાદ : અમદાવાદમાં મેઘાણીનગરની જનતાએ ચોમાસામાં રોડ, પાણી ભરાવવા સહિતની સમસ્યાઓને લઈને વિરોધનો નવો રસ્તો અપનાવ્યો છે. મેઘાણીનગરની જનતાએ AMC સામે પોસ્ટર વોર શરૂ કર્યું છે. જનતાએ પ્રશાસકો પર સવાલ ઉઠાવતા પોસ્ટરો જાહેર માર્ગ પર ઠેર ઠેર લગાવ્યા છે.જેમાં જનતાએ તંત્રને પૂછ્યું છે કે ક્યાં સુધી પ્રશાસકોના અણઆવડતભર્યા નિર્ણયનો ભોગ જનતા બનશે ? આ ચોમાસે લોકોના ઘરમાં પાણી ઘુસશે કે નહીં ? આ સહિતના અનેક વેધક સવાલ જનતાએ પોસ્ટર્સમાં છાપીને પૂછતા, તંત્રને દોડતુ કરી દીધુ છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરીજનોએ તંત્ર સામે પોસ્ટર વોર શરૂ કર્યું છે. જેમાં જનતાએ તંત્રને પૂછ્યું છે કે ક્યાં સુધી પ્રશાસકોના અણઆવડતભર્યા નિર્ણયનો ભોગ જનતા બનશે ? આ ચોમાસે લોકોના ઘરમાં પાણી ઘુસશે કે નહીં ? આ સહિતના અનેક વેધક સવાલ જનતાએ પોસ્ટર્સમાં છાપીને પૂછતા, તંત્રને દોડતુ કરી દીધુ છે. કારણ કે હાલમાં અમદાવાદમાં ચોમાસા પૂર્વે જ પડેલા કમોસમી વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. જેને લઈને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જેને લઈ શહેરીજનો આક્રમક મૂડમાં આવ્યા છે. અને AMC તંત્રને સવાલો કરી રહ્યા છે કે કઈ રીતે શું આગામી ચોમાસામાં પણ આવી જ સ્થિતિ અમદાવાદની હશે.
તમને જણાવી દઈએ કે ચોમાસા દરમ્યાન ઠેર-ઠેર પાણી ભરાવા, ડ્રેનેજ ઉભરાવી, લોકોના ઘરમાં પાણી ઘુસી જવા, ટ્રાફિક જામ થવો અને ભૂવા પડવા આ વાત અમદાવાદમાં દર ચોમાસે બને છે. અમદાવાદમાં દર ચોમાસે સર્જાતી નિયમિત સમસ્યા છે. તંત્ર ભલે ગમે તેવા બહાના કાઢે પરંતુ વારંવારની સમસ્યાથી ત્રસ્ત અમદાવાદની જનતાએ વિરોધનો નવો રસ્તો અપનાવ્યો છે.હવે જોવાનું એ રહ્યું કે વિરોધનો આ રસ્તો કેટલા અંશે કારગત નીવડે છે ?