અમદાવાદ : આજના સોશિયલ મીડિયાના યુગમાં યુવાધનને રીલ્સ અને ફોટા પોસ્ટ કરવાનું ગજબનું ઘેલું લાગ્યું છે. આમાં પોલીસ કર્મીઓ પણ બાકાત રહ્યા નથી, કેટલાક પોલીસ કર્મીઓના ઈન્સ્ટાગ્રામ પર હજારો અને લાખોમાં ફોલોવર્સ છે, આમાંના કેટલાક વર્ધી પહેરીને જ વીડિયો બનાવે છે અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. ત્યારે હવે પોલીસકર્મીઓ માટે નવી પોલિસી જાહેર કરવામાં આવી છે. જે મુજબ હવે ગુજરાતના પોલીસ કર્મીઓ વર્ધી પહેરીને રીલ્સ કે વીડિયો બનાવી શકશે નહીં.
મીડીયા રિપોર્ટ મુજબ પોલીસને સોશિયલ મીડિયા ઉપયોગ માટેની પોલિસી જાહેર કરવામાં આવી છે. ગુજરાત પોલીસના અધિકારીઓ-કર્મચારીઓ માટે આ પોલિસી જાહેર કરવામાં આવી છે. જે મુજબ હવે વર્ધી પહેરીને રિલ્સ, વીડિયો ઉતારીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા પર પ્રતિબંધ મુકાયો છે. પોલીસે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી આચાર સંહિતા બહાર પડાઈ છે.
અગાઉ બહાર પાડેલી આચારસંહિતામાં થોડા ફેરફાર કરાયા છે. નવી આચાર સહિતા બહાર પાડવાની પોલીસ વિભાગને ફરજ પડી છે. પોલીસ કર્મચારીઓએ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા આચાર સંહિતાનું ધ્યાન રાખવું પડશે. આ ઉપરાંત પોલીસ કર્મચારીઓ સોશિયલ મીડિયા પર સરકાર વિરુદ્ધ ટીકા કે ટિપ્પણી કરી શકશે નહીં.
પોલીસકર્મીઓ માટે નવી પોલિસી જાહેર
– રાજ્ય પોલીસના અધિકારી-કર્મચારીઓ માટે પોલિસી જાહેર
– વર્ધી પહેરીને રીલ્સ,વીડિયો કે અન્ય કોઈ પ્રવૃત્તિ કરવા પ્રતિબંધ
– પોલીસે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા આચાર સંહિતાનું રાખવું પડશે ધ્યાન
– અગાઉ બહાર પાડેલી આચાર સંહિતામાં સમય સાથે ફેરફાર કરાયા
– નવી આચાર સંહિતા બહાર પાડવાની પોલીસ વિભાગને ફરજ પડી
– સોશિયલ મીડિયામાં પોલીસ કર્મચારી સરકાર વિરુદ્ધ ટીકા કે ટિપ્પણી કરી શકશે નહીં