અમદાવાદ: અમદાવાદમાં સુરતની ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ જેવો બનાવ થતા થતા રહી ગયો. ઘાટલોડિયામાં એક તરફી પાગલ પ્રેમી પરિણીત મહિલાને સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. મહિલા ન માનતા યુવકે મહિલા અને તેની દીકરી બંને પર જ્વલનશીલ પ્રવાહી નાખીને દિવાસળીથી આગ ચાંપી દીધી હતી. જે બાદ મહિલા અને તેની દીકરીને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. બાદમાં મહિલાએ પોલીસ સ્ટેશનમાં પાગલ પ્રેમી ચંદ્રકાંત ઠક્કર સામે ફરિયાદ નોંધાવી છે.
વિગતો મુજબ, ઘાટલોડિયામાં 34 વર્ષીય મહિલા પરિવાર સાથે રહે છે. તેમના પતિ કલરકામ કરે છે. જેમાં બે વર્ષ અગાઉ તેમના ઘરની સામે ચંદ્રકાંત ઠક્કરે દવાનો સ્ટોર શરૂ કર્યો હતો. ચંદ્રકાંતે મહિલાનો વીડિયો બનાવી તેની સાથે સંબંધ રાખવા દબાણ કરતો હતો. ગત 16 જૂને ચંદ્રકાંત પ્લાસ્ટીકના ડબ્બામાં જ્વલનશીલ પ્રવાહી મહિલા અને તેની પુત્રી પર નાખી આગ લગાવી હતી. મહિલા અને તેની પુત્રીને હોસ્પિટલમાં દાખલ કરવામા આવી છે. આ મામલે સોલા હાઇકોર્ટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વર્ષ અગાઉ મહિલા બાથરૂમમાં સ્નાન કરવા ગઈ. જોકે બાથરૂમનો દરવાજો તે સમયે બરાબર બંધ નહોતો થતો. એવામાં ચંદ્રકાંતે મહિલાનો વીડિયો ઉતારી લીધો અને બાદમાં તેને સંબંધ રાખવા માટે બ્લેકમેલ કરવા લાગ્યો. જો મહિલા ન માને તો વીડિયો વાઈરલ કરવાની ધમકી આપતો હતો.