36.9 C
Gujarat
Wednesday, October 9, 2024

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇને પોલીસે બહાર પાડ્યુ જાહેરનામું, જાણો કયા કયા રુટ રહેશે બંધ

Share

અમદાવાદ: ગુજરાતની સૌથી મોટી ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા અષાઢી બીજે અમદાવાદના શહેર વિસ્તારમાંથી નીકળવાની છે. ભક્તો અને લોકોના ઉત્સાહની સાથે પોલીસ પણ આ તમામ રથયાત્રાને નિર્વિઘ્ન પૂર્ણ થાય એ માટે અલગ અલગ પ્રયાસ કરી રહી છે. રથયાત્રાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. ત્યારે સુરક્ષાના ભાગ રૂપે સોમવારથી રથયાત્રાના રૂટના રસ્તાઓ બંધ કરવામાં આવશે. જેને લઈને ગુજરાત પોલીસ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં 19 અને 20 જૂનના રોજ શહેરમાં કેટલાક માર્ગો બંધ રહેશે તેને લઈને માહિતી આપવામાં આવી છે.

ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા માટે આજે પોલીસ દ્વારા એક્શન મોડમાં આવી ગયા છે. ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઈને ગુજરાત પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાં કહેવાયું છે કે, 19મી જૂને રાત્રે 12 વાગ્યાથી રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી શહેરના રથયાત્રાના રૂટના રસ્તાઓ બંધ રહેશે. આ સાથે જ રથયાત્રાના રૂટને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

પોલીસ દ્વારા રથયાત્રાના દિવસે રોડ પર કઈ રીતે આખી વ્યવસ્થા થશે. એ માટેનું એક મેગા રિહર્સલ આજે યોજાયું હતું. ભગવાન જગન્નાથના મંદિર જમાલપુરથી સવારે સાત વાગે પોલીસ અને પેરામિલિટરી ફોર્સનો કાફલો રથયાત્રા રોડ પર નીકળ્યો હતો. સવારે સાત વાગ્યાથી ભગવાન જગન્નાથના નિર્ધારિત રૂટ પર પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો અને અલગ અલગ ફોર્સ રસ્તા પર જાણે બીજી રથયાત્રા જ નીકળી હોય, એ પ્રમાણે નીકળ્યા હતા અને જેના કારણે લોકોમાં પણ એક સુરક્ષાનો ભાવ જોવા મળ્યો હતો.

રથયાત્રાના દિવસે આ વિસ્તારોમાં પાર્ક નહીં કરી શકાય વાહન
જમાલપુર દરવાજા બહાર
જગન્નાથ મંદિર
જમાલપુર ચકલા
વૈશ્યસભા
ખમાસા
ગોળલીમડા
આસ્ટોડિયા ચકલા
મદન પોળની હવેલી
રાયપુર ચકલા
ખાડિયા ચાર રસ્તા
પાંચકુવા
કાલુપુર સર્કલ
કાલુપુર ઓવરબ્રિજ
સરસપુર
પ્રેમ દરવાજા
જોર્ડન રોડ
બેચર લસ્કરનની હવેલી
દિલ્હી ચકલા
હકીમની ખડકી
શાહપુર ચકલા
રંગીલા ચોકી
ઔવતમ પોળ
આર. સી. હાઇસ્કૂલ
દિલ્હી ચકલા
ઘી કાંટા રોડ
પાનકોર નાકા
ફુવારા
ચાંદલા ઓળ
સાંકળી શેરીના નાકેથી માણેક ચોક શાક માર્કેટ
દાણાપીઠ
ખમાસાથી જગન્નાથ મંદિર

આટલા રુટ રહેશે બંધ
ખમાસા ચાર રસ્તા, જમાલપુર ચાર રસ્તા,જમાલપુર ફુલ બજાર મોડી રાત્રે 2 કલાકથી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી
રાયખડ ચાર રસ્તા, આસ્ટોડિયા દરવાજા સવારે 5 કલાકથી 11 કલાક અને સાંજે 5 કલાકથી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી
આસ્ટોડિયા ચકલા, કાલુપુર સર્કલ સવારે 9 કલાકથી સાંજે 4.30 કલાક સુધી
સાળંગપુર સર્કલ, કાલુપુર સર્કલ, કાલુપુર બ્રિજ, સરસપુર સવારે 9 કલાકથી સાંજે 4.30 કલાક સુધી
કાલુપુર સર્કલ, પ્રેમ દરવાજા, દરિયાપુર દરવાજા, દિલ્હી ચકલા સવારે 9 કલાકથી સાંજે 4.30 કલાક સુધી
દિલ્હી ચકલા, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, આર.સી. હાઇસ્કૂલ, ઘી કાંટા ચાર રસ્તા, પાનકોર નાકા, માણેક ચોક, ગોળ લીમડા સાંજે 5.30 કલાકથી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી

રથયાત્રાના દિવસ માટે વૈકલ્પિક માર્ગ
રાયખડ ચાર રસ્તા, વિકટોરિયા ગાર્ડન, રિવરફ્રન્ટ ફુલબજાર, જમાલપુર બ્રિજ,ગીતા મંદિર
રાયખડ ચાર રસ્તા, જમાલપુર ગાયકવાડ હવેલી
આસ્ટોડિયા દરવાજા,ગીતા મંદિર,જમાલપુર બ્રિજ, સરદાર બ્રિજ, પાલડી
કામદાર ચાર રસ્તા, હરિભાઇ ગોદાની સર્કલ, પોટલીયા ચાર રસ્તા, નિર્મલપુરા ચાર રસ્તા, ચામુંડા બ્રિજ, ચમનપુરા સર્કલ, અસારવા બ્રિજ, ઇદગાહ સર્કલ
કાલુપુર રેલવે સ્ટેશન, અનિલસ્ટાર્ચ મિલ રોડ, હરિભાઇ ગોદાની સર્કલ
ઇન્કમટેક્સ, ગાંધીબ્રિજ, રાહત સર્કલ, દિલ્હી દરવાજા, ઇદગાહ સર્કલ
દિલ્હી દરવાજા, શાહપુર ચાર રસ્તા, ભવન્સ કોલેજ રોડ, લેમન ટ્રી, રુપાલી, વીજળીઘર, લાલ દરવાજા

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles