અમદાવાદ : આજે આંતરરાષ્ટ્રીય યોગ દિન છે. સમગ્ર વિશ્વમાં આજે યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આજે યોગસાધના દિવસ ઉજવાઇ રહ્યો છે ઠેર-ઠેર યોગના કાર્યક્રમોના આયોજન થયા છે. ત્યારે શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલ ગણેશ પ્રાથમિક શાળા તથા લાયોનેસ કર્ણાવતી ઈંગ્લિશ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે આજરોજ તા. 21-06-2023, બુધવારે શાળામાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ નવા વાડજ વિસ્તારમાં આવેલ ગણેશ પ્રાથમિક શાળા તથા લાયોનેસ કર્ણાવતી ઈંગ્લિશ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે આજરોજ શાળામાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 500 થી વધુ વિધાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વિવિધ આસનો જેવા કે અનુલોમ-વિલોમ, કપાલભારતી તાડાસન, સૂર્યનમસ્કાર વગેરે આસનો દર્શાવી વિધાર્થીઓને તાલીમ આપવામાં આવી હતી. આ પ્રસંગે શિક્ષકગણ દ્વારા નૃત્ય કરી યોગના વિવિધ આસનો દર્શાવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ભારતીય યોગ સંસ્થાન, ગુજરાત પ્રાંત તરફથી તેમની ટીમ પણ ઉપસ્થિત રહી હતી, જેમણે વિદ્યાર્થીઓને જીવનમાં યોગ તથા તંદુરસ્તીનું મહત્વ ખૂબ સુંદર રીતે સમજાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ આચાર્યના નિરીક્ષણમાં કરવામાં આવેલ. જેને ટ્રસ્ટી સૌરભભાઈ પટેલ તથા કેમ્પસ ડાયરેક્ટર જસ્મીનાબેન પટેલે હ્રદયપૂર્વક બિરદાવી હતી.