અમદાવાદ : અમદાવાદના એસ જી રોડ પર એક સૌથી ઉંચી બિલ્ડિંગ આકાર લેવાની છે જે 42 માળની હશે. મહત્વની વાત એ છે કે આ કોઈ કોમર્શિયલ બિલ્ડિંગ નહીં પણ રેસિડેન્શિયલ ટાવર હશે. એસ જી રોડ પર પહેલેથી 41 માળની એક કોમર્શિયલ ઈમારતનું પ્લાનિંગ થયું છે. તેના કરતા આ બિલ્ડિંગ એક માળ વધારે ઉંચી હશે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે 42 માળની ગગનચુંબી ઈમારતમાં ૪ અને ૫ એપાર્ટમેન્ટ હશે. રાજ્ય સરકારે બાંધકામના નિયમોમાં ફેરફાર કરીને હાઈરાઈઝ બિલ્ડિંગ બનાવવા મંજૂરી આપી છે, જેના ભાગરૂપે અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારમાં 30થી 34 માળની 11 બિલ્ડિંગો બનાવવાનું કામ હાલમાં ચાલુ છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર એસજી હાઈવે પરના રાજપથ ક્લબ પાસે રાજ્યની સૌથી ઊંચી 41 માળની ટાઇટેનિયમ વર્લ્ડ નામની બિલ્ડિંગ બનશે. જેને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. ભાડજ, બોડકદેવ, શીલજ અને શેલામાં બનનારી ઊંચી બિલ્ડીંગોમાં મોટા ભાગે રહેણાંકને મંજૂરી આપવામાં આવી છે. શહેરમાં ગગનચુંબી ઇમારતોને આઇકોનિક બિલ્ડિંગની કિંમત પણ તેના જેવી ઊંચી જ હોય છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર અત્યારે આવી બિલ્ડિંગમાં 12 કરોડ સુધીના ફ્લેટ વેચાઇ રહ્યા છે. વિશાળ જગ્યાઓ અને સ્વિમિંગ પુલ, હોમ થિયેટરથી લઇને અન્ય અનેક સુવિધાઓથી સજ્જ આવા બિલ્ડિંગના વેચાણ પણ ઝડપથી થતો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે.
જીડીસીઆરના નિયમોમાં રાજ્ય સરકારે કરેલા ફેરફાર બાદ શહેરમાં ગંગનચુંબી ઇમારતોમાં જાણે હરણફાળ જોવા મળી રહી છે. જેમાં ખાસ કરીને 30 માળથી વધુ માટેની મંજૂરીઓ મહત્તમ આવી રહી છે. આ ઉપરાંત સાયન્સ સિટી વિસ્તારમાં કેટલીક બિલ્ડિંગને હાઈટની મંજૂરીઓ મળી ગઈ છે. રાજ્ય સરકારે અગાઉ એફએસઆઇમાં ચોક્કસ નિયમો લાગુ કર્યા હોવાથી અમુક ઊંચાઈની જ બિલ્ડિંગ બનાવી શકાતી હતી. પરંતુ નવા સુધારેલા નિયમ પ્રમાણે શહેરમાં હવે એફએસઆઇમાં કોઇપણ લિમિટ સિવાય બાંધકામને મંજૂરી આપવામાં આવી રહી છે. જે માટે બિલ્ડરે એફએસઆઇ ખરીદવી પડે છે. આ સ્થિતિમાં શહેરમાં હવે આઇકોનિક બિલ્ડિંગની યુગ રારૂ થયો છે. જો કે રસ્તાની પહોળાઈ પ્રમાણે એફએસઆઈ આપવામાં આવે છે.
એસજી હાઈવે, બોડકદેવમાં ગગનચુંબી ઈમારતો બનશે-
વિસ્તાર મીટર માળ
એસજીહાઈવે 145 41
પકવાન ચારરસ્તા 138.95 35
થલતેજ-શીલજ ઓવરબ્રિજ 120 32
આંબલી રોડ, બોડકદેવ 118.80 29
એસજીહાઈવે, ગોતા 116.92 35
ઓફ સાયન્સ સિટી રોડ, સોલા 108.50 31
બિલ્ડિંગમાં હવે હાઈફાઈ સુવિધાઓઃ
બિલ્ડરને જમીનની કિંમતમાં ફાયદો થાય છે. – જોકે બાંધકામનો ખર્ચ વધે છે.
ક્લબ સ્ટાઇલ પ્રકારની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. નાગરિકોમાં અત્યારે 25 માળથી ઉપરમાં રહેવાનો એક નવો કેઝ જોવા મળ્યો છે.
પ્રોજેક્ટ પૂરો કરવા માટે સમયમર્યાદામાં વધારો થાય છે.