અમદાવાદ : અમદાવાદીઓની જીવાદોરી સમાન AMTS બસના ચાલકો હવે બેફામ બન્યા છે. શહેરના શાહપુર વિસ્તારમાં AMTS બસના ચાલકે સાયકલ સવાર વૃદ્ધને અડફેટે લેતાં વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરના શાહપુર ચાર રસ્તા પાસે AMTS બસે સાયકલ સવાર વૃદ્ધને અડફેટે લીધા હતા. આ ગંભીર અકસ્માતમાં વૃદ્ધનું મોત નીપજ્યુ છે. આ ગોઝારો અકસ્માત કર્યા પછી બલ ચાલક ફરાર થઇ ગયો છે.આ અકસ્માત બાદ આસપાસથી પણ લોકો ત્યાં ભેગા થઇ ગયા હતા. આ વૃદ્ધના પરિવારને પણ આ અંગેની જાણ કરવામાં આવી છે.
હાલ પોલીસ ફરાર બસ ચાલકની તપાસ કરી રહી છે. અકસ્માત જ્યાં થયું છે તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસીને પણ પોલીસ આ ફરાર ચાલકની શોધખોળ કરશે.એએમટીએસની ખાનગી ઓપરેટર દ્વારા સંચલાન કરતી બસ દ્વારા છેલ્લા 10 વર્ષમાં 4876 અકસ્માત સર્જાવામાં આવ્યા છે. આ અકસ્માતમાં 116 લોકો મોતને ભેટ્યા છે.