22.3 C
Gujarat
Sunday, December 8, 2024

અમદાવાદમાં અકસ્માતોની ઘટનાઓ વધી, સિંધુભવન રોડ પાસે કારની ટક્કરે બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળે મોત

Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં હિટ એન્ડ રનની ઘટનાઓ સતત વધી રહી છે. શહેરમાં છેલ્લા બે દિવસમાં ત્રણ અકસ્માતોમાં ચાર લોકોના મોત થયાં છે. આજે શહેરના પોશ વિસ્તારમાં ફરીવાર હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. સિંધુ ભવન રોડ પર તાજ હોટેલ પાસે કાર ચાલકો બાઈક ચાલકને પાછળથી ટક્કર મારતાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. એમ ડિવિઝન પોલીસે કાર ચાલકની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે રાકેશ સોલંકી નામના વ્યક્તિએ એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેમણે કહ્યું હતું કે, આજે એસપી રીંગ રોડ તાજ હોટેલથી ભાડજ સર્કલ તરફ જતાં શીલજનો બ્રિજ ચડતાં તેના નાના ભાઈ જયેશ સોલંકી પોતાનું બાઈક લઈને જતા હતાં. આ દરમિયાન પાછળ બેફામ સ્પીડે આવતી કારે તેમને ટક્કર મારી હતી. જેથી જયેશ નીચે પડી ગયો હતો અને તેને માથામાં તથા શરીરના ભાગો પર ઈજા થતાં તે સ્થળ પર જ મોતને ભેટ્યો હતો.એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈએ સ્ટાફ સાથે ઘટના સ્થળે જઈને અકસ્માત કરનાર કારના માલિક નંદકિશોરસિંગ પરમારની અટકાયત કરી હતી. તેમજ તેને પણ ઈજા થઈ હોવાથી તેને સોલા સિવિલ ખાતે લાવીને તેની પણ સારવાર કરાવી હતી. પોલીસે તેની કારને પણ કબજે લીધી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

આ અગાઉ ગઈકાલે શહેરમાં ઓઢવ રિંગરોડ પર પામ હોટેલ સામે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં કલોલ મોટી ભોયણ અને હાજીપુરના વયોવૃદ્ધ પુરુષ અને વૃધ્ધાને ટ્રકે અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.અકસ્માત સર્જનાર વાહનચાલક ફરાર થઈ ગયો હતો.ગઈકાલે બીજા અન્ય બનાવમાં અમદાવાદના શાહપુર વિસ્તારમાં સવારે AMTS બસની અડફેટે આવતા 74 વર્ષીય વૃદ્ધ ગુલામ હુસેન અબ્દુલ હુસેન મોમીન નીચે ફટકાયા હતા અને તેમના પરથી બસનું ટાયર ફરી વળ્યું હતું. આ ગંભીર અકસ્માતમાં વૃદ્ધનું ઘટનાસ્થળ જ મોત નિપજ્યું છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles