અમદાવાદ : અમદાવાદની સાબરમતી નદીમાં થોડા દિવસ પૂર્વે જ શરૂ થયેલ નવું નજરાણું ક્રૂઝ સેવા હવે વિવાદનું કારણ બનતું જોવા મળી રહ્યું છે. છેલ્લા અઠવાડિયે અમદાવાદમાં પડેલ વરસાદ બાદ વાસણા, નહેરુનગર, માણેકબાગ, સીજી રોડ, પાલડી સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા ત્યારે એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિતે શાહે મ્યુન્સિપલ કમિશનરને પત્ર લખી સાબરમતી નદીનું રુલ લેવલ 128 રાખવા માંગણી કરી છે. મહત્વનું છે કે ક્રૂઝ સેવા શરૂ થતા સાબરમતી નદીનું પાણી 134 રાખવામાં આવી રહ્યું છે.
છેલ્લા એક અઠવાડિયામાં પડેલ ભારે વરસાદના કારણે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરવાના બનાવો સામે આવી ચુક્યા છે. ભાજપના એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરને લખેલા પત્રમાં કહ્યું છે કે, વરસાદી પાણીના નિકાલ માટે થઈ સાબરમતી નદીનું લેવલ 134ની જગ્યાએ 128 ફૂટ રાખવું જોઈએ જો કે અમદાવાદમાં પાણી ભરાવાનું કારણ નવી શરૂ થયેલ ક્રુઝ સેવા હોય એવી સ્થિતિ ઉભી થઇ છે. કારણ કે ક્રુઝ તરતું રાખવું હોય તો નદીનું લેવલ વધુ રાખવું પડે એમ છે. અને જો પાણી ઓછું હોય તો ક્રુઝ ફસાઈ જવાની શક્યતા હોય છે.
ધારાસભ્ય અમિત શાહે મ્યુનિ કમિશ્નરને લખેલ પત્રમાં ઉલ્લેખ છે કે મારા એલિસબ્રીજ વિધાનસભાનો મોટાભાગનો વિસ્તાર નદી કીનારે છે. આપને ધારાસભ્ય સાથેની સંક્લન મીટીગમાં પણ જણાવ્યુ હતુ કે નદીમાં 128 લેવલ રાખવામાં આવે તો વિસ્તારમાં પાણી ભરાવવાનો પ્રશ્ન ઉદભવતો નથી. 7 જુલાઈએ ભારે વરસાદ પડતા નદીમાં 134.5 લેવલ પાણી નુ હતુ જેના કારણે નદી સાથે જોડાયેલ નાળા બેક મારે છે.