અમદાવાદ : રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં પણ ત્રણ દિવસથી મેઘો સતત વરસી રહ્યો છે, ત્યારે આ વચ્ચે અમદાવાદના મીઠાખળી ગામમાં આજે વહેલી સવારે એક ત્રણ માળનું વર્ષો જુનું જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. આ ઘટનામાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે તો એક વ્યક્તિનું મોત નિપજ્યું છે, તે તમામને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.
પ્રાપ્ત વિગતો મુજબ આજે વહેલી સવારે મીઠાખળી ગામમાં એક ત્રણ માળનું વર્ષો જુનું જર્જરિત મકાન ધરાશાયી થયું હતું.સમગ્ર ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા તાત્કાલીક ધોરણે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી.દટાયેલા 5 વ્યક્તિઓને રેસ્ક્યૂ કરવામાં આવ્યુ છે. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યુ છે. ફાયરબ્રિગેડે કિશન ભાઈ, શિલ્પા બેન, ગોપી ભાઈ તેમજ તનીશકાને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.
ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિકના ધોરણે રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું હતું. કાટમાળમાં દટાયેલા એક વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યા હતા, અને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પર હાજર તબીબોએ મૃત જાહેર કર્યા હતા.મળતા અહેવાલ પ્રમાણે આ મકાન વર્ષો જુનું હતું.
આ અગાઉ અમદાવાદના અંકુર ચાર રસ્તા આવેલી એવરબેલા સોસાયટીના બ્લોકની બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મળતી માહિતી અનુસાર AMCના 6718 ક્વાર્ટર્સ જર્જરિત હાલતમાં છે.