અમદાવાદ : એક તરફ અમદાવાદ સહિત ગુજરાતભરમાં ચોમાસાનો માહોલ જામી ગયો છે. ત્યારે બીજી તરફ રોગચાળો ન ફેલાય તેને લઈને AMCની ટીમ એક્શનમાં આવી છે. આરોગ્ય વિભાગની ટીમે શહેરની 266 હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં તપાસ દરમ્યાન 166 હોસ્પિટલને મચ્છરોના ઉપદ્રવ મામલે નોટિસ આપી 2.39 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
AMCની આરોગ્ય વિભાગની ટીમે મચ્છરોના બ્રિડીંગને લઈને અમદાવાદ શહેરની વિવિધ હોસ્પિટલોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં તપાસ દરમ્યાન 166 હોસ્પિટલને મચ્છરોના ઉપદ્રવ મામલે નોટિસ આપી 2.39 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.પશ્ચિમ ઝોનમાં આવેલ ચાંદખેડાની મેડિકો હાઉસને સૌથી વધુ 30 હજાર, ચાંદલોડિયાની શ્રદ્ધા, સાબરમતીમાં રેલવે હોસ્પિટલ, બોડકદેવની ગ્લોબલ હોસ્પિટલને 25-25 હજાર સુધીનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ગોતામાં આવેલી શાલીન હોસ્પિટલને 5 હજાર દંડ કરાયો હતો.
પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 50 હજાર હોસ્પિટલને નોટિસ આપી તેમની પાસેથી 90 હજાર દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. ઉ. પશ્ચિમ ઝોનમાં 32, દ.પશ્ચિમ ઝોનમાં 21, ઉત્તર ઝોનમાં 21, મધ્ય અને દક્ષિણ ઝોનમાં 15 જ્યારે પૂર્વ ઝોનમાં 12 હોસ્પિટલને નોટિસ આપી આપવામાં આવી હતી. આ ઉપરાંત ઓઢવના નિર્મિત સ્કવેર કોમ્પ્લેક્સને 25 હજાર, ચાંદખેડાના સનગ્રેસ આર્કેડ કોમર્શિયલ કોમ્પ્લેક્સને 25 હજાર દંડ ફટકારાયો હતો.છેલ્લા અઠવાડિયે એએમસીની ટીમે 900 એકમોમાં ચેકિંગ કરી 8 લાખથી વધુનો દંડ વસૂલ્યો હતો.