અમદાવાદ : અમદાવાદમાં રોડ અકસ્માત તથા ટ્રાફિકની ગીચતાને નિયંત્રિત કરવા AMC દ્વારા અભિનવ પ્રયોગ કરી પાંજરાપોળ ચાર રસ્તા ઉપર બોકસ માર્કીંગ કર્યુ છે.બોકસ માર્કીંગ કરવાથી આ સ્પોટ ઉપર કોઈપણ વાહન ઉભુ રાખવા કે તેને પાર્ક કરી શકાશે નહીં.આગામી સમયમાં શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા 25 જેટલા ટ્રાફિક જંકશનને ડેવલપ કરાશે.ઉપરાંત તમામ જંકશન માટે યુનિફોર્મ સાઈનેઝ પોલીસી બનાવીને તેનો અમલ કરવામાં આવશે.
અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા તથા રોડ અકસ્માતને નિયંત્રિત કરવા મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસન દ્વારા AMCના ટ્રાફિક વિભાગને કેટલાક ઉપયોગી સુચન કરવામા આવ્યા હતા.જેના ભાગરુપે શહેરમાં સૌ પ્રથમ વખત પાંજરાપોળ ચાર રસ્તા ઉપર પીળા કલરની માર્કીંગ કરી બોકસ માર્કીંગ કરવામાં આવ્યુ છે.બોકસ માર્કીંગ કરેલા એરિયામાં વાહન ચાલક પોતાનુ વાહન ઉભુ રાખી શકશે નહીં કે થોડીવાર માટે પાર્ક પણ કરી શકશે નહીં.અર્થાત્ સિગ્નલ ગ્રીન બતાવતું હોય પણ એટલા સમયમાં વાહન પસાર થઈ શકે તેમ ન હોય તો તે આ રીતે દર્શાવેલા એરિયામાં પ્રવેશી શકશે નહીં.
આવનારા સમયમાં ટ્રાફિકની ગીચતા ધરાવતા 25 જેટલા ટ્રાફિક જંકશનને AMC તંત્ર દ્વારા ડેવલપ કરાશે.ડેવલપ કરવામા આવનારા તમામ ટ્રાફિક જંકશન ઉપર શહેરીજનોની અવેરનેસ માટે મુકવામા આવતા વિવિધ પ્રકારના સાઈનેઝ પણ દરેક જંકશન ઉપર એકસરખા જ રાખવામા આવશે.આ માટે ટૂંક સમયમાં AMC તરફથી એક યુનિફોર્મ પોલીસી બનાવી તબકકાવાર તેનુ અમલીકરણ કરવામા આવશે.
આ 25 જંકશન પર પણ બોક્સ માર્કિંગ થશે
આરટીઓ સર્કલ | ગોલ્ડન કતાર સામે | એનએફડી |
ઉસ્માનપુરા | મેમ્કો | પ્રહલાદનગર |
નહેરુનગર | રામેશ્વર | મકરબા |
પાલડી ચારરસ્તા | શાહેઆલમ | મેરી ગોલ્ડ 3 રસ્તા |
ઘેવર સર્કલ | દાણીલીમડા | અનુપમ |
રક્ષા શક્તિ સર્કલ | આવકાર હોલ | નિકોલ |
નમસ્તે સર્કલ | હીરાભાઈ ટાવર | ખોડિયાર મંદિર |
એરપોર્ટ સર્કલ | એરપોર્ટ સર્કલ | વિરાટનગર |