અમદાવાદ : શહેરના નવા વાડજ ખાતે આવેલ શિવશક્તિ એપાર્ટમેન્ટ ખાતે ગત રવિવારે ચુંટણી યોજાઈ હતી.જેમાં ચેરમેન તરીકે હિતેશ શાહ અને સેક્રેટરી તરીકે તેજશ જાની ચૂંટાઈ આવ્યા હતા, જયારે ઉપપ્રમુખ તરીકે પ્રવીણકુમાર ચૌહાણની બિનહરીફ વરણી કરાઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરના નવા વાડજ અખબારનગર સામે આવેલ શિવશક્તિ એપાર્ટમેન્ટ ખાતે ચુંટણી યોજાઈ હતી.જેમાં સોસાયટીમાં નિયમ મુજબ કુલ 372 મકાનોમાંથી 195 સભાસદોએ મતદાનમાં ભાગ લીધો હતો. જેમાં પ્રમુખપદના ઉમેદવાર હિતેશ શાહને 131 વોટ અને સેક્રેટરીના પદના ઉમેદવાર તેજશ જાનીનો 92 વોટથી ભવ્ય વિજય થયો હતો.જયારે ઉપપ્રમુખ તરીકે પ્રવીણકુમાર ચૌહાણ બિનહરીફ ચુંટાઈ આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે નિયમ મુજબ ચુંટણી ઓબઝર્વર નિમણુંક કરવામાં આવી હતી.સમગ્ર ચુંટણી પ્રક્રિયા તેમની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી. ચુંટણીમાં બંને પક્ષે સામસામે જબરદસ્ત પ્રચાર પણ કરવામાં આવ્યા હતો.ચુંટણી બાદ વિજેતા ઉમેદવારો દ્વારા સોસાયટીમાં ભવ્ય રેલીનું આયોજન પણ કરાયું હતું.