21.7 C
Gujarat
Saturday, December 21, 2024

ગુજરાત યુનિવર્સિટીનો મોટો નિર્ણય, સ્ટીકર વગરના વાહનોને નહી મળે કેમ્પસમાં પ્રવેશ, જાણો શું છે નવો નિયમ

Share

અમદાવાદ : અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જાયા પછી ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં પણ નબીરાઓ બેફામ ડ્રાઇવિંગ કરી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થતા ગુજરાત યુનિવર્સિટીએ અનઅધિકૃત વ્હિકલ્સને પોતાના કેમ્પસમાં પ્રવેશતા અટકાવવા માટે એક નવો નિર્ણય લીધો છે. યુનિવર્સિટી તેના તમામ કર્ચમારી, ટિચિંગ સ્ટાફ, સ્ટુડન્ટ્સ વગેરેને તેમના વ્હિકલ પર લગાવવા માટે એક સ્ટિકર ઇશ્યુ કરશે.આ સ્ટિકરવાળા વ્હિકલનેજ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ મળશે.સ્ટીકર વગરના વ્હિકલ્સને યુનિવર્સિટીના ગેટ પર જ અટકાવી દેવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નિરજા ગુપ્તાએ આ અંગે પત્રકારોને માહિતી આપી હતી.

ગુજરાત યુનિવર્સિટી ગુજરાતની સૌથી મોટી સરકારી યુનિવર્સિટી છે. જેમાં જુદા જુદા 55 ભવન આવેલાં છે. જેમાં ગુજરાત યુનિવર્સિટીમાં 20 હજારથી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ પ્રકારનો નિર્ણય પ્રથમવાર લેવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તા દ્વારા આ નિણર્ય કરવામાં આવ્યો છે કે, યુનિવર્સિટીમાં સ્ટિકર દ્વારા જ પ્રવેશ આપવામાં આવશે.યુનિવર્સિટી સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓને સ્ટિકર આપવામાં આવશે અને જે વાહનો પર સ્ટિકર હશે તેને જ પ્રવેશ આપવામાં આવશે. હાલમાં તમામ ભવનમાં ગુગલ ફોર્મ મારફતે ડેટા મેળવવામાં આવી રહ્યાં હોવાની માહિતી મળી રહી છે.

અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ કરવાના કુલ 6 દરવાજા છે. જેમાંથી હવે 4 દરવાજા બંધ કરવામાં આવશે. અને પ્રવેશ માટે માત્ર 2 દરવાજા જ ખુલ્લા રાખવામાં આવશે. એલ.જી એન્જિનિયરિંગ સામેનો ડો. બાબા સાહેબ આંબેડકર દરવાજો અને કે.એસ. સ્કૂલ તરફનો મુખ્ય ગેટ જ લોકોના પ્રવેશ માટે ખુલ્લો રાખવામાં આવશે.જે વ્યક્તિ અન્ય કોઈ કામ માટે આવશે તેને વિઝિટર તરીકે એન્ટ્રી કરાવીને પ્રવેશ આપવામા આવશે. આ સિવાય અન્ય વ્યક્તિઓને પ્રવેશ આપવામાં નહિ આવે.

જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાંથી આવતા હોય તે વિદ્યાર્થીઓ પણ સ્ટીકર બતાવીને જ કેમ્પસમાં આવી શકશે. વાહન વિના ચાલીને આવતા વિદ્યાર્થીઓ કે કર્મચારીઓને પણ સ્ટિકર આપવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. જેના આધારે તે પ્રવેશ મેળશે. વાહન લઇને આવતા લોકોની એન્ટ્રી કરીને જે તે વિભાગનું નામ લખીને યુનિવર્સિટીમાં જઈ શકશે. યુનિવર્સિટીમાં બિનજરૂરી આવીને બેસી રહેતા લોકો તથા રીલ્સ બનાવવા આવતા લોકો સહિત તમામ લોકોનો પ્રવેશ બંધ થશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles