અમદાવાદ : રક્તદાન એ મહાદાન છે આ સૂત્રોને સાર્થક કરતો એક મહાકાર્યક્રમ ગઈકાલે નવા વાડજ ખાતે આવેલ પ્રસિદ્ધ શાંતિ જુનિયર્સ પ્રી સ્કુલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.આ કેમ્પમાં વાલીઓ, સ્ટાફ સહિત અનેક મહાનુભાવોએ રક્તદાન કરી જરૂરિયાત મંદો માટે રક્ત એકઠું કર્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ નવા વાડજની શાંતિ જુનિયર્સ પ્રી સ્કુલ દ્વારા ગત તા-30-07-23 ને રવિવારના રોજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદના સહયોગ થી શાળા કેમ્પસમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સ્કૂલના સ્ટાફ તથા વાલીઓ દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રક્તદાન બાદ રેડ ક્રોસ સોસાયટીના પ્રતિનિધિઓ તેમજ ઉપસ્થિત મહાનુભાવો રક્તદાનની જરૂરિયાત અને મહત્વ સમજાવી રક્તદાન કરવા અપીલ કરી હતી.
આ કેમ્પ બાદ રેડ ક્રોસ સોસાયટી પ્રતિનિધિઓ દ્વારા ડોનર્સને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. તો શાંતિ જુનિયર્સ પ્રી સ્કુલના સંચાલક નિશાબેન ડાભી દ્વારા ડોનર્સને ગીફ્ટ આપી આભાર વ્યક્ત કર્યો હતો.