10.9 C
Gujarat
Wednesday, January 8, 2025

સમસ્ત ગુજરાત માલી સમાજ મહામંડળના પ્રમુખ પદે ભાવિક રામીની સર્વાનુમતે વરણી

Share

અમદાવાદ : તાજેતરમાં અમદાવાદમાં ગુજરાત માલી સમાજ મહામંડળની પ્રથમ સાધારણ સભાનું આયોજન કરવામા આવ્યું હતું.જેમાં સમગ્ર ગુજરાતના 33 જિલ્લામાંથી માલી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકમાં સર્વ સંમતીથી પાટણના યુવા આગેવાન ભાવિક રામીની પ્રમુખપદે વરણી કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગત તારીખ 30-07-23 ને રવિવારના રોજ અમદાવાદ ખાતે સમસ્ત ગુજરાત માલી સમાજ મહામંડળની પ્રથમ સાધારણ સભાનું આયોજન કરવામા આવ્યું હતું.જેમાં સમગ્ર ગુજરાતના 33 જિલ્લામાંથી માલી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. સમારંભના અધ્યક્ષ પદે બનાસકાંઠાના વતની અને નિવૃત્ત શિક્ષક અરજણભાઈ માલીની વરણી કરવામાં આવી હતી. ગુજરાતના ૩૩ જિલ્લામાંથી પધારેલા આગેવાનોમાંથી 12 ટ્રસ્ટીઓની નિમણુક કરવામાં આવી હતી. આં ટ્રસ્ટીઓ દ્વારા પ્રમુખ તરીકે પાટણના વતની અને સમગ્ર ગુજરાતના માળી સમાજના યુવા ચહેરા તરીકે જેમનું નામ છે તેવાં ભાવિકભાઈ રામીની દરખાસ્ત મૂકતા હાજર સૌએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધા હતા.

નવા વરાયેલા પ્રમુખ ભાવિકભાઈ રામી દ્વારા તેમનાં આયોજન મુજબ સમગ્ર ગુજરાતને પાંચ ઝોનમાં વહેંચી વિસ્તાર પ્રમાણે પ્રદેશનું 33 જણનું માળખું જાહેર કર્યું હતું. સલાહકાર સમિતિની નિમણુક કરતાં સમિતિનાં અધ્યક્ષ પદે રાજકોટના બાલકૃષ્ણભાઈ મકવાણાની સર્વાનુમત્તે નિમણુંક કરી હતી. ટ્રસ્ટીઓમા અને હોદ્દેદારોમાં મહિલાઓને પણ સ્થાન આપવામા આવ્યું હતું. આ સમયે નવા વરાયેલા પ્રમુખ ભાવિકભાઈ રામી દ્વારા તેમનાં નિવેદનમાં માલી સમાજમા શિક્ષણને વઘુ પ્રાધાન્ય આપવાની વાત કરતાં અખંડ ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલે અને મહાત્મા જ્યોતિરાવ ફૂલેને માલી સમાજના આદર્શ તરીકે યાદ કર્યા હતા. તેમને નવી પેઢીમાં શિક્ષણની સાથે સાથે સંસ્કારોનું સિંચન કરવા તેમજ સામાજીક મેળાવડાઓ થકી સમાજ લેવલે એકબીજાની વઘુ નજીક આવવાની વાત કરી હતી.

સાધારણ સભામાં મહામંત્રી તરીકે વડોદરાના જશોદાબહેન ગેહલોત અને ખજાનચી તરીકે અમદાવાદના પ્રતાપભાઈ કનાડાની નિમણુંક કરવામાં આવી હતી. ટ્રસ્ટીઓમાં જિલ્લા વાઈઝ અમરતભાઈ માલી બનાસકાંઠા, નરસિંહભાઈ માળી બનાસકાંઠા, અતુલભાઈ માલી કચ્છ, ભાવેશભાઈ રામી ખેડા, રાજેશભાઈ ધોળકીયા સુરેન્દ્રનગર, વર્ષાબેન માલી અમદાવાદ, દિલીપભાઈ મોરી દાહોદ, ડો. વાસુદેવભાઈ રામી અરવલ્લી, જશરાજભાઈ ગેહલોત સુરત, ગુલાબભાઈ માલી ભરૂચ, જયંતભાઈ ટાકોલિયા બોટાદ, પુરુષોત્તમભાઈ સિસોદિયા રાજકોટની સર્વસંમતીથી વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત સોશિયલ મીડિયાના ચેરમેન તરીકે નવા વાડજના કિશોર માલીની નિમણુંક કરવામાં આવી હતી.સમગ્ર પ્રોગ્રામનું સંચાલન કનૈયાલાલ કે. રામી મહેસાણા દ્વારા કરવામાં આવ્યું હતું.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles