અમદાવાદ : અમદાવાદમાં AMC તંત્ર દ્વારા નાગરિકોની ફરિયાદોના ઉકેલ માટે 5 ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધી ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના સાતેય ઝોનમાં આવેલા 48 વોર્ડમાં ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. નિયત કરેલા સમય અને સ્થળ ઉપર યોજાનારા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કોર્પોરેટરો, મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને સોસાયટીના ચેરમેન સેક્રેટરીઓ હાજર રહેશે. જે પણ નાગરિકને પોતાની ગટર, પાણી, રોડ-રસ્તા સહિતની મ્યુનિ.ને લગતી ફરિયાદોની રજૂઆત કરી શકશે. જેનો ત્રણ દિવસમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા નિકાલ કરવામાં આવશે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરના નાગરિકોને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા જે સુવિધા પૂરી પાડવામાં આવે છે તે સુવિધામાં કોઈપણ પ્રકારની ફરિયાદ હોય તો તેના નિવારણ માટે પાંચ ઓગસ્ટથી લઇ 14 ઓગસ્ટ સુધી ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. શહેરના સાથે ઝોનના 48 વોર્ડમાં નક્કી કરવામાં આવેલા સ્થળો ઉપર આ ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. અલગ-અલગ દિવસે દરેક ઝોનમાં આ કાર્યક્રમ થશે.