અમદાવાદ : અમદાવાદના શૈક્ષણિક સંસ્થાઓ હાલમાં નશીલા પદાર્થોને લઈને ચર્ચામાં આવ્યા છે. ગાંજાના છોડ ઉગવાને લઈ મામલો ચર્ચામાં છે, ત્યાં હવે ગુજરાત વિદ્યાપીઠથી સમાચાર આવી રહ્યા છે કે દારુની બોટલ રુમમાંથી મળી આવી છે. પ્રાણજીવન છાત્રાલયમાં રહેલા વિદ્યાર્થીના રુમમાંથી દારુની બોટલ મળી આવી છે. રૂમ નંબર 41માં દારુની બોટલ મળી આવવાને લઈ તેને વિદ્યાપીઠ પ્રશાસન દ્વારા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રાણજીવન છાત્રાલયના રૂમ નંબર 41માંથી દારુની બોટલો મળી આવી છે. આ ઘટના બાદ રૂમને સીલ કરી દેવામાં આવ્યો છે. જે રૂમમાંથી દારૂની બોટલો પકડાઈ છે તે રૂમનો વિદ્યાર્થી પીએચડીનો અભ્યાસ કરી રહ્યો હતો. સુત્રો એવું પણ જણાવી રહ્યાં છે કે આ વિદ્યાર્થીનું એડમિશન પણ રદ કરી દેવામાં આવ્યું છે.
આ અંગે વિદ્યાપીઠના તંત્ર દ્વારા જણાવાયું છે કે, દારૂની બોટલ ક્યાંથી આવી તેની તપાસ શરૂ કરાઈ છે આ શરમજનક બાબત છે. જે રૂમમાંથી દારૂની બોટલ મળી તે રૂમને સીલ કરી દેવાયો છે અને વિદ્યાર્થીનું એડમિશન પણ રદ કરી દેવામાં આવ્યું છે.