અમદાવાદ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરાવી હતી. આજથી 15 ઓગસ્ટ સુધી પોતાના ઘર પર તિરંગો લહેરાવી લોકોને સેલ્ફી અપલોડ કરવા તેઓએ આહવાન કર્યું છે. તો બીજી તરફ, અમદાવાદના ઘાટલોડિયામાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે AMCની તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું- PM મોદીના પ્રયાસથી જ કાશ્મીરમાં શાનથી તિરંગો લહેરાઈ રહ્યો છે. અમદાવાદના ઘાટલોડિયામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં તિરંગા યાત્રા નીકળી હતી. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઘાટલોડિયાથી નિર્ણય નગર સુધી તિરંગા યાત્રા નીકળી હતી.
અમદાવાદના આંગણે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રસ્થાન કરાવ્યુ હતું. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આ સાથે જ સંબોધન કરતા કહ્યુ કે યુવા પેઢી કહેવા માગું છું આપણને આઝાદી મળી તેના માટે કરોડો લોકો જીવન બલિદાન આપ્યું છે. ભગતસિંહ જેવા વીર જવાન ઇનકલાબ નારા સાથે ફાંસી પર લાગી ગયા હતા. આપણે દેશ માટે મરી નહિ શકીએ પરંતુ જીવી તો શકીએ જ છીએ.આ પ્રસંગે અમિત શાહ, મુખ્યમંત્રી, હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તો મોટી સંખ્યામાં શહેરીજનો તિરંગા યાત્રામાં જોડાયા હતા.
અમદાવાદના આંગણે ઘાટલોડિયાથી નિર્ણયનગર સુધી ભવ્ય તિરંગા યાત્રા શાનદાર બની રહી હતી. આ પ્રસંગે અમિત શાહે કહ્યું કે, દરેક ક્ષેત્રમાં દેશને નંબર-1 બનાવીશું. 15 ઓગસ્ટ 2023થી 2047 સુધી આઝાદીનું અમૃત કાળ મનાવાશે. સાથે જ દરેક ઘરમાં તિરંગો લહેરાવી સેલ્ફી અપલોડ કરવા શાહે લોકોને અપીલ કરી. તો મુખ્યમંત્રીએ કહ્યું, પહેલા કાશ્મીરમાં તિરંગો લહેરાવવા લડવું પડતું હતું. આજે આખુ અમદાવાદ તિરંગાના રંગે રંગાયું છે.