અમદાવાદ: અધિક માસ બાદ શ્રાવણ માસનો પ્રારંભ થઇ ગયેલ છે ત્યારે શહેરના રહેવાસીઓને અવનવી વસ્તુ આરોગવાનો શોખ હોય છે. શ્રાવણ મહિનાના ઉપવાસ દરમિયાન ઉપવાસીઓ વિવિધ ફરાળી વાનગીઓનો આનંદ માણે છે. અમદાવાદના નવા વાડજ ખાતે ફરાળી વાનગીઓ ખરીદવા માટે શ્રી ચામુંડા ફરસાણ સેન્ટર આવેલ છે. અહીં દર વર્ષની જેમ પોષાય તેવા ભાવે વિવિધ ફરાળી વાનગીઓ મળી રહે છે.
શ્રી ચામુંડા ફરસાણ સેન્ટર વર્ષોથી વિવિધ ફરસાણની વિવિધ આઇટમ માટે જાણીતું છે. પંકજભાઈ નાગર અને આશિષભાઇ નાગર હાલ આ ફરસાણ સેન્ટરનું સંચાલન કરે છે. પંકજભાઈના જણાવ્યા મુજબ, ગરમાગરમ નાસ્તા માટે તેઓ જાણીતા છે ત્યારે શ્રાવણ માસમાં ઉપવાસીઓ માટે ફરાળી વાનગીઓમાં ફરાળી બાફવડા, ફરાળી ઢોકળાં, ફરાળી પાતરા, ફરાળી ચેવડો, સાબુદાણાની ખીચડી અને કેટલીક જૂની ફરાળી વાનગીઓ પીરસવામાં આવે છે. જે ફરાળી ઢોકળાની વિવિધ વેરાઇટી અહીં ઉપલબ્ધ છે.
શ્રી ચામુંડા ફરસાણ સેન્ટર ફરાળી વાનગીઓના સ્પેશિયાલિસ્ટ છે. તેમની ફરાળી વાનગીઓમાં ફરાળી ઢોકળાં, ફરાળી પાતરા, ફરાળી ચેવડો, સાબુદાણાની ખીચડી વગેરે વાનગીઓ પીરસવામાં આવે છે. આ ઉપરાંત ફરાળી ઢોકળાની વિવિધ વેરાઇટી અહીં જોવા મળે છે, અહીંનો ફરાળી ચેવડો, મસાલેદાર ચેવડો, સ્વીટ ચેવડો, લીલો ચેવડો ખૂબ વખણાય છે. રોજની 30થી 40 કિલો ફરાળી વાનગીઓનું વેચાણ અહીં કરવામાં આવે છે. અહીં 10થી 15 વાનગીઓ સરળતાથી મળી રહે છે. બારેમાસ સાચવીને રાખી શકાય તેવી 2થી 3 વાનગીઓ પણ અહીં મળી રહે છે.
આશિષભાઇના જણાવ્યા મુજબ શ્રાવણ માસ દરમિયાન સવારના 7 વાગ્યાથી શ્રી ચામુંડા ફરસાણ સેન્ટર ખાતે ફરાળી વાનગીઓનું વેચાણ શરૂ કરવામાં આવે છે. ઉપવાસ માટેની દરેક વસ્તુઓ અહીં ફરાળી લોટનો ઉપયોગ કરીને જ બનાવવામાં આવે છે. ફરાળી ઢોકળાં ખાસ કરીને મોરૈયામાંથી બનાવવામાં આવે છે. ફરાળી બફવડાની બનાવટ માટે પણ ફરાળી લોટનો ઉપયોગ કરવામાં આવે છે. 100 ગ્રામના હિસાબે પણ અહીં ફરાળી વાનગીઓની ડિશ મળી રહે છે. યુનિક ટેસ્ટના કારણે આ ફરસાણ સેન્ટર ખાતે દૂર દૂરથી લોકો આવે છે.
આ ઉપરાંત બારેમાસ ગરમાગરમ નાસ્તાના શોખીનો માટે મેથીના ગોટા આ ફરસાણ સેન્ટરની સ્પેશયલ આઈટમ છે, આ ઉપરાંત ગરમાગરમ ખમણ, કચોરી, સમોસા સહિતના તમામ ફરસાણ અને નમકીન પણ ઉપલબ્ધ છે.