Saturday, November 1, 2025

અમદાવાદમાં રોગચાળો વકરતાં AMC એક્શનમાં, મલ્ટિપ્લેક્સ હોટલ રેસ્ટોરન્ટમાં ચેકિંગ

Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે શહેરમાં વધતા રોગચાળાને કાબૂમાં કરવા માટે કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે. શહેરના જાણીતા મોલ અને મલ્ટિપ્લેક્સ થિયેટર આલ્ફા મોલની કેન્ટીનમા દરોડા પાડવામાં આવ્યા હતા.આલ્ફા મોલમાંથી ફૂડ વિભાગે ટેસ્ટીગ માટે સેમ્પલ એકત્ર કર્યા હતાં. ગત અઠવાડિયામાં ફૂડ વિભાગના ચેકિંગ દરમિયાન પહેલા સેમ્પલમાંથી કુલ છ જેટલા નમૂનાઓ અપ્રમાણિત જાહેર થયા છે.

અમદાવાદ શહેરમાં ભેળસેળવાળી ચીજવસ્તુઓ વાપરતી દુકાનો ઉપરાંત કેટલીક હોટલો, રેસ્ટોરન્ટો અને દુકાનો લાયસન્સ વગર ચાલતી હોય છે, તેને લઈ ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે છેલ્લા એક અઠવાડિયામાં 443 જેટલી વિવિધ હોટલ-રેસ્ટોરન્ટ, દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાદ્ય ચીજોના 54 સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. 13 ઓગસ્ટથી 19 ઓગસ્ટ સુધીમાં શહેરની વિવિધ જગ્યાએથી બેકરીમાં 8, દૂધ- દૂધની વસ્તુઓ 10, ફરાળી વસ્તુઓના 14, મસાલા 10, બેસન મેંદાના 2, અન્ય 7 મળી કુલ 54 નમુના લઇ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.

છેલ્લા એક અઠવાડિયામાં ચેકિંગ દરમિયાન 211 નોટિસ આપી હતી. 426 કિલોગ્રામ અને 435 લિટર જેટલા બિનઆરોગ્યપ્રદ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. 16 જેટલા ટીપીસી ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે 40000 જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. 549 જેટલા લાઇસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા છે. ફૂડ વિભાગ દ્વારા આગામી સમયમાં ફૂડ લાઇસન્સ રજીસ્ટ્રેશન વગરની દુકાનો સામે કાર્યવાહી કરવામાં આવશે.અને નોનવેજનું વેચાણ કરતી દુકાનો હોટલ રેસ્ટોરન્ટ પાણીપુરીની લારીઓ અને વિવિધ હોટલો અને રેસ્ટોરન્ટમાં આગામી દિવસોમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવશે.

​​​​​​​ક્રિશ્ના માર્કેટિંગ, જુના માધુપુરાનું ગાયનું ઘી, જુગાડી સ્પોટ, વસ્ત્રાલનો ટોમેટો સોસ, ચારભુજા પ્રોવિઝન સ્ટોર્સ, જીવરાજપાર્કના ફ્રાયમ્સ, મેક્સલાઈફ ફોર્મ્યુલાશન, બોપલના કેલ્શિયમ સાઇટ્રેટ અને ફેરસ એસ્કોર્બેટ તેમજ લક્ષ્મી કિરાણા સ્ટોર્સ, વાસણાના ફ્રાયમ્સ

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...

ગુજરાતના નવા મંત્રીઓની યાદી આવી સામે, 26 ધારાસભ્યોને મળ્યું મંત્રીમંડળમાં સ્થાન, જુઓ આ રહી યાદી ?

ગાંધીનગર : આજે ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સરકારની નવી કેબિનેટનું ગઠન થઇ ગયું છે. જુના મંત્રીઓમાંથી મોટા ભાગના લોકોને પડતા મૂકી અને હવે નવા ચહેરાઓને...

ગિરનારની લીલી પરિક્રમાની તૈયારી પૂરજોશમાં, પદયાત્રીઓને અપાઈ મહત્વની સૂચના, આવું ન કરતા !

જુનાગઢ : જૂનાગઢના ગિરનારની લીલી પરિક્રમાની તૈયારીઓની વ્યવસ્થાને ધ્યાન રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાધુ-સંતો ઉતારા મંડળ અને...

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...