અમદાવાદ : શહેરના જુનાવાડજથી અખબારનગર અને અખબારનગરથી RTO જવાના રોડ પર અસંખ્ય હોસ્પિટલ અને વૈવિધ્યસભર સ્પેશ્યાલીસ્ટને લીધે આપણું નવા વાડજ આજે મેડિકલ હબ બનતું જાય છે એમ કહીએ તો નવાઈ નથી.
આપણા વિસ્તારને વર્ષોથી મેડિકલની સેવા આપી લોકોનો વિશ્વાસ જીતનાર ડોકટરની જો વાત કરીએ તો જિગીષા મેટરનિટી હોસ્પિટલ અને તેના સંચાલક ડો.જીજ્ઞેશ શાહ અને ડો.જિગીષાબેન શાહને અવગણી ના શકાય. સ્ત્રીઓને પ્રસુતિની સુવિધાથી લઇ અને જીણામાં જીણા રોગનું નિદાન કરનાર બંને ડોકટર પતિ-પત્નીના વર્ષોના વ્યવસાય સાથે સેવાકાર્યને ઈશ્વરે વરદાન સ્વરૂપ દીકરી આપી છે.અને તે દીકરી એટલે ડો.રિયા શાહ. હવે માતા-પિતાના સેવાયજ્ઞમાં ટેકો કરવા ડો.રિયા ગાયનેકોલોજિસ્ટની ડિગ્રી એ પણ ગોલ્ડ મેડલ સાથે મેળવી જિગીષા સ્પેશિયાલીટી હોસ્પિટલમાં જોડાયા છે.
ડો.રિયા શાહ ખૂબ જ સેવાભાવી સ્વભાવની સાથે પોતાના ફિલ્ડ પર સારું પ્રભુત્વ પણ ધરાવે છે.’મોરના ઈંડા ચીતરવા ન પડે’ એ કહેવતને સાર્થક કરનાર ડો. રિયાને જ્યારે પૂછવામાં આવ્યું કે માતા-પિતા પાસે કામ કરવાનો અને શીખવાનો અનુભવ કેવો રહ્યો ત્યારે તેમનું કહેવું હતું કે બંનેનો સહકાર, સાથ અને આશીર્વાદ હંમેશા મારી સાથે છે, અને મને ઈશ્વરમાં શ્રદ્ધા છે કે હું એમના વિશ્વાસને સાર્થક કરીશ.
ડો. જીજ્ઞેશભાઈ શાહ દીકરી આગમનની લાગણીથી ભાવવિભોર થઈ અને બોલ્યા કે આ વિસ્તારના નાગરિકોએ અમને હંમેશા સહકાર આપ્યો છે ત્યારે અમે આજે આ કક્ષાએ પહોંચ્યા છીએ. અને તેથી જ અમે નક્કી કર્યું છે કે દર રવિવારે રાહત દરની ઓપીડી નવા કેસના 200/- રૂપિયા ટોકન ફી લઈને દર્દીઓને રાહત મળે એ દરેક સારવાર આપવી અને અમારી જેમ અમારી દીકરીને પણ એનામાં રહેલ યોગ્યતા માટે પૂરતો સહકાર મળે એ નમ્ર પ્રયાસ કરવો છે.