21.7 C
Gujarat
Saturday, November 23, 2024

મ્યુ કોર્પોરેશનની કચરાની ગાડીમાં કાટમાળ ભરવાનું ગેરરીતિ કે કૌભાંડ…!!?

Share

અમદાવાદ : અમદાવાદ મ્યુ કોર્પોરેશન અવારનવાર વિવાદમાં આવતું રહ્યું છે, ત્યારે તાજેતરમાં કચરા ભરવાની ગાડીમાં વજન વધારવા કાટમાળ ભરતા હોવાના બે વાયરલ વિડીયો બાદ અમદાવાદ મ્યુ કોર્પોરેશનનું સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ સવાલોના ઘેરામાં આવી ગયું છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ મ્યુ કોર્પોરેશનની કચરાની ગાડીઓમાં વજન વધારવા કાટમાળ ભરતાં હોવાનાં વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં હોય છે ત્યારે તાજેતરમાં નવા વાડજ અને સ્ટેડીયમ વોર્ડમાં બે અલગ અલગ વિસ્તારમાં બે અલગ અલગ વિડીયો વાયરલ થયા હતા.જે અંગે મિર્ચી ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રકાશિત કરતા સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા સજાના ભાગ રૂપે રૂા.2000/- નો દંડ અને બે ફેરા રદ કર્યા હોવાનું વિગતો સામે આવી હતી.

હવે તમને જણાવી દઈએ કે આ અગાઉ થોડાક સમય પહેલા કચરાની ગાડીઓમાં વજન વધારવા કાટમાળ ભરતાં હોવાની ગેરરીતિમાં રૂા. 50/- હજાર રૂપિયા દંડ અને એક દિવસના ફેરા રદ કરી દેવામાં આવતા હતા.અમારા પ્રતિનિધીએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે નવા ટેન્ડરમાં દંડની રકમ રૂા.2000/- કરી દેવામાં આવી છે ત્યારે એક જ પ્રકારની ગેરરીતિમાં સજામાં આટલી ઢીલાસ આવી ગેરરીતિઓને વેગ આપશે. જેને કારણે કચરાની ગાડીમાં કાટમાળ ભરી કૌભાંડ કરવાની પ્રવુત્તિમાં વધારો જોવા મળી રહ્યો છે, હવે મામૂલી રૂા. 2000/- રૂપિયાનો દંડ ભરાવવામાં આવે છે જે ક્યાંક તંત્રના મતલબી બનેલા જવાબદાર અધિકારીઓ દ્વારા આવા મળતિયા કોન્ટ્રાકટર લોકોને રાહત કરી આપી હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યુંછે…કારણ…કે….શહેરમાં જ્યાં વાહનચાલકો દ્વારા નિયમોનું અનેક વખત ઉલ્લંઘન થવાથી તંત્ર દ્વારા દંડની રકમમાં ધરખમ વધારો કરી દેવાય છે ત્યારે આ બાજુ મ્યુ કોર્પોરેશન દંડની રકમમાં ઘટાડો કરતાં જવાબદાર અઘિકારીઓ શંકાના ઘેરામાં આવીને તેમના દ્વારા કચરાની ગાડીઓના કોન્ટ્રાકરોને છાવરવાનો મોટા ભ્રષ્ટાચાર થતો હોવાની ગંધ આવી રહી છે..જેના કારણે શહેરમાં કચરો ભરવાની ગાડીઓમાં કચરાની સાથે મકાનનો કાટમાળ ભરીને મોટા બિલો બનાવીને ક્યાંક જનતાના ટેક્ષનો રૂપિયો આ રીતે ભ્રષ્ટાચાર કરીને અથવા તો મિલીભગતમાં કારણે બરબાદ કરી રહ્યા હોવાની લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું છે…જે હકીકત છે…

હવે મુખ્ય પ્રશ્ન એ છે કે, વિડીયો વાઇરલ થયા બાદ તંત્રની અને મિલી ભગત વાળા જવાબદાર અધિકારીઓની આંખ ખુલશે કે કેમ…આ પ્રકારે ચાલતા કૌભાંડની તપાસ કરવામાં આવે તો જવાબદાર તંત્ર અને તંત્રના મિલીભગત વાળા અધિકારીઓનું મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા ચોક્કસપણે રહેલી છે..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles